Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ
તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર રણવીર સિંહે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું

Erica Packard Latest Photoshoot: તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર રણવીર સિંહે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેને તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું હતું. ત્યારબાદ રણવીર સિંહ વિવાદોમાં ફસાયો હતો. દેશમાં તેના ફોટોશૂટ સામે વિરોધ પ્રદર્શન થયા હતા અને અનેક જગ્યાએ તેના વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી હતી. જોકે કેટલાક સ્ટાર્સ રણવીર સિંહના સમર્થનમાં પણ આવ્યા હતા.
View this post on Instagram
આ અભિનેત્રીએ રણવીરને સપોર્ટ કર્યો હતો
વાસ્તવમાં અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ એરિકા પેકાર્ડ છે, જે તાજેતરમાં જ રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી'માં જોવા મળી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે સેમી ન્યૂડ જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ એકદમ બોલ્ડ લાગી રહી છે. એરિકા તેની તસવીરો કરતાં વધુ તેના કેપ્શન માટે હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં, તેણે લખ્યું- 'અહીં રણવીરને કંપની આપી રહી છું, પરંતુ તમે મારા બમ્સને જોઈ શકતા નથી.'
આ ફોટો સામે આવ્યા બાદ એરિકા લાઈમલાઈટમાં છે. આ પોસ્ટ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરી હતી તો અન્ય એક યુઝરે લખ્યું કે રણવીર પાસે જાઓ.'
બીજી તરફ કેટલાક યુઝર્સ એવા પણ છે જેમને એક્ટ્રેસનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના લુકની પ્રશંસા પણ કરી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
