Sidharth Kiara Reception: રિસેપ્શનમાં કિઆરાએ પહેરેલા ડ્રેસને લઈ સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તાજેતરમાં લગ્ન કર્યા છે. આ સ્ટાર કપલે લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું.
Sidharth Malhotra-Kiara Advani Wedding Reception: સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તાજેતરમાં લગ્ન કર્યા છે. આ સ્ટાર કપલે લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિનેત્રી કિઆરા અડવાણીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ લગ્ન બાદ રિસેપ્શનમાં કિઆરાએ જે આઉટફિટ પહેર્યા હતા.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ
સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રિસેપ્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિઆરા અડવાણીએ ખૂબ જ સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો છે. નવા-નવા લગ્ન થયા હોવા છતા આ તસવીરોમાં કિઆરા અડવાણીની માંગ માં ન તો સિંદૂર છે કે ન તો તેણે મંગળસૂત્ર પહેર્યું છે, જેના કારણે કિઆરાને ટ્રોલ કરવામાં આવી રહી છે. કિઆરાના લુક પર કટાક્ષ કરતા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, યાર, એવું લાગે છે કે આ કોઈ લગ્નનું ફંક્શન નથી પરંતુ એક એવોર્ડ શો છે.
બીજા યૂઝર્સે કોમેન્ટ કરતા લખ્યું, ન મંગળસૂત્ર ન સિંદૂર અને બ્લેક કપડા, યાર આપણુ કલ્ચર કેટલુ કલર ફુલ છે, પરંતુ તેમ છતા દુલ્હન ડાર્ક બ્યુટીફુલ કલરની ડ્રેસ કેમ નથી પહેરતી. એક યૂઝર્સે તો હદ કરી નાખી અને લખ્યું કે, કિઆરાની ડ્રેસ ખૂબ જ ખરાબ છે. આ રીતે તમામ યૂઝર્સે કિઆરાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
સિદ્ધાર્થ-કિઆરાની રિસેપ્શન પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો
View this post on Instagram
સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં બોલીવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં સુપરસ્ટાર અજય દેવગન, કાજોલ, આલિયા ભટ્ટ, અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, રકુલ પ્રીત, દિશા પટની, કરીના કપૂર જેવા ફિલ્મ કલાકારોના નામ સામેલ છે.