કિયારા અડવાણીએ ક્યા ફિલ્મસ્ટાર સાથે પોતાનું અફેર હોવાની કરી કબૂલાત?
તાજેતરમાં જ એક્ટ્રેસ કિયારા અડવાણી ફિલ્મફેર મેગેઝિનના કવર પેજ પર દેખાઇ હતી, આ દરમિયા એક્ટ્રેસે એક ખાસ ઇન્ટરવ્યૂ કર્યુ જેમાં તેને ખુલાસો કર્યો હતો કે તે એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે, અને બન્ને રિલેશનશીપમાં છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. હાલમાં એક્ટ્રેસના ફેનની વચ્ચે એક જોરદાર ચર્ચા તેના એફેરને લઇને ચાલી રહી હતી. હવે આ મુદ્દે ખુદ એક્ટ્રેસ કિયારા અડવાણીએ મોટો ખુલાસો કર્યો અને રિલેશનશીપ વિશેની વાત પર પૂર્ણવિરામ મુકી દીધુ છે. એક્ટ્રેસ કિયારા અડવાણી હાલ એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે, આ વાત ખુદ એક્ટ્રેસે કબુલી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એકાદ વર્ષથી કિયારા અડવાણી અને સિદ્વાર્થ મલ્હોત્રાના રિલેશનશીપ પર વાત ચાલી રહી હતી.
તાજેતરમાં જ એક્ટ્રેસ કિયારા અડવાણી ફિલ્મફેર મેગેઝિનના કવર પેજ પર દેખાઇ હતી, આ દરમિયા એક્ટ્રેસે એક ખાસ ઇન્ટરવ્યૂ કર્યુ જેમાં તેને ખુલાસો કર્યો હતો કે તે એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે, અને બન્ને રિલેશનશીપમાં છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટ્રેસને જ્યારે પુછવામાં આવ્યુ કે છેલ્લે તમે ક્યારે ડેટ પર ગયા હતા, આના જવાબમાં એક્ટ્રેસે જણાવ્યુ હતું કે આ વર્ષે ફક્ત બે મહિના માટે હું મારા બૉયફ્રેન્ડ સાથે ડેટ પર ગઇ હતી. આ વાતથી નક્કી થઇ ગયુ કે કિયારાએ આડકતરી રીતે એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા સાથે રિલેશનશીપમાં છે. ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણી અને સિદ્વાર્થ મલ્હોત્રા બન્ને માલદીવમાં સાથે વેકેશન ગાળવા ગયા હતા, અને પછી કિયારાએ સિદ્વાર્થના પેરેન્ટ્સ સાથે પણ મુલાકાત કરી હતી.
કિયારા અને સિદ્વાર્થે એકસરખી ટી-શર્ટેની થઇ હતી ચર્ચા.....
થોડાક સમય પહેલા કિયારાએ સ્ટાઇલિસ લુકની ખૂબ ચર્ચા થઇ હતી, કારણ કે કિયારાએ સિદ્વાર્થના શર્ટના જેવી પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. બન્ને જ્યારે વેકેશન ગાળવા ગયા ત્યારે રંગના કપડામાં દેખાયા હતા. ફેન્સનુ માનવુ હતુ કે કિયારાએ સ્ટાઇલિસ લુક માટે સિદ્વાર્થના શર્ટનો ઉપયોગ કર્યો હતો, જે તેના રિલેશનનુ પ્રૂફ પણ છે.
છુપાઇ છુપાઇને બૉયફ્રેન્ડ સાથે વેકેશન પર ગઇ હતી એક્ટ્રેસ....
બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી થોડાક સમય પહેલા પોતાના કથિત બૉયફ્રેન્ડને લઇને છુપાઇ છુપાઇને વિદેશ ગઇ હતી. કિયારા બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે માલદીવમાં વેકેશન માણવા ગઇ હતી.
કિયારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા છેલ્લે ઇન્દૂ કી જવાની ફિલ્મમાં આદિત્યા સાથે જોવા મળી હતી. હવે તે પોતાની આગામી ફિલ્મ શેરશાંહમાં સિદ્વાર્થ સાથે દેખાશે. આ ફિલ્મ આગામી 2જી જુલાઇએ રિલીઝ થવાની છે. એક્ટ્રેસ જુગ જુગ જિઓ ફિલ્મમાં વરુણ ધવન સાથે કામ કરી રહી છે.