KKBKKJ Box Office: 'કિસી કા ભાઈ કિસી કી જાન' 100 કરોડની ક્લબમાં સામેલ, 10માં દિવસે કેટલી કમાણી?
KKBKKJ Box Office: રવિવારે સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની કમાણીમાં થોડો ઉછાળો આવ્યો હતો અને આ સાથે જ ફિલ્મે 100 કરોડના જાદુઈ આંકડાને પાર કરી લીધો છે.
KKBKKJ Box Office Collection Day 10: વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ઈદના અવસર પર રિલીઝ થઈ હતી. જોકે સલમાન ખાન સ્ટારર આ ફિલ્મ અપેક્ષા મુજબ ઓપન કરી શકી નથી. આ પછી વીકેન્ડ પર સારી કમાણી કર્યા પછી, ટિકિટ બારી પર તેની હાલત ખરાબ થઈ ગઈ અને ફિલ્મના કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો.આ શનિવાર અને રવિવારે પણ ફિલ્મ વધુ કમાણી કરી શકી નહીં. જોકે રવિવારે ફિલ્મની કમાણીમાં થોડો ઉછાળો આવ્યો હતો. ચાલો જાણીએ કે 'કિસી કા ભાઈ કિસી કી જાન' એ તેની રિલીઝના 10મા દિવસે એટલે કે રવિવારે કેટલું કલેક્શન કર્યું છે.
10મા દિવસે KKBKKJ ની કમાણી કેટલી હતી?
સલમાન ખાને ચાર વર્ષ પછી 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી લીડ રોલમાં સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યું છે. જોકે ભાઈજાનની આ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર ખરાબ હાલતમાં છે. ફિલ્મના કલેક્શનમાં કોઈ વધારો થયો નથી. આ સાથે 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની 10મા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે, જે મુજબ 9મા દિવસની સરખામણીમાં ફિલ્મની કમાણી વધી છે. SacNilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર 'કિસી કા ભાઈ કિસી કી જાન' એ તેની રિલીઝના 10મા દિવસે એટલે કે રવિવારે 4.50 કરોડનો બિઝનેસ કર્યો છે અને ફિલ્મની કુલ કમાણી હવે 100.30 કરોડ થઈ ગઈ છે. આ સાથે જ આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
KKBKKJ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ
મલ્ટી-સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' આખરે 10માં દિવસે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. તે જ સમયે ફિલ્મે વિશ્વભરમાં 150 કરોડથી વધુની કમાણી કરી છે. જોકે આ આંકડો સલમાન ખાનની પાછલી ફિલ્મો કરતા ઘણો ઓછો છે. ફિલ્મની કમાણીની ઝડપને જોતા 150 કરોડ સુધી પહોંચવું મુશ્કેલ લાગે છે.
KKBKKJ એક મલ્ટી સ્ટારર ફિલ્મ
'કિસી કા ભાઈ કિસી કી જાન'ને ફરહાદ શામજીએ ડિરેક્ટ કરી છે. એક્શન-કોમેડી અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં સલમાન ખાન, પૂજા હેગડે, વેંકટેશ, ભૂમિકા ચાવલા, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ ઉપરાંત ઘણા કલાકારો પણ છે.