ફિલ્મી કિસ્સોઃ રાજ કપૂર-વૈજયંતીમાલાના અફેરના કારણે કૃષ્ણા કપૂરે દિકરા ઋષિ કપૂર સાથે ઘર છોડી દીધું...
ઋષિ કપૂર આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમની ફિલ્મો અને સુંદર યાદો આજે પણ ચાહકોમાં તાજી છે.
Raj Kapoor-Vyjayanthimala Affair: ઋષિ કપૂર આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમની ફિલ્મો અને સુંદર યાદો આજે પણ ચાહકોમાં તાજી છે. ઋષિ કપૂર એવા કલાકાર હતા જે ફિલ્મો સિવાય પોતાના અંગત જીવન વિશે પણ ખુલીને વાત કરતા હતા. ઋષિ કપૂરે પોતાના પુસ્તક ખુલ્લમ ખૂલ્લામાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેમણે આ પુસ્તકમાં તેમના પિતા રાજ કપૂરના અફેરનો પણ ઉલ્લેખ કર્યો છે. બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતા રાજ કપૂર તેમની ફિલ્મોની સાથે સાથે તેમના અફેરની વાતોને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. નરગીસ અને વૈજયંતિમાલા સાથેના તેમના પ્રેમની વાતો બોલિવૂડમાં ખૂબ ચર્ચામાં હતી. આટલું જ નહીં ઋષિ કપૂરે તો એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે પિતાના અફેરને કારણે તેમણે માતા કૃષ્ણા કપૂર સાથે ઘર છોડી દીધું હતું.
ઋષિ કપૂરે માતા સાથે ઘર છોડ્યુંઃ
ઋષિ કપૂરે લખ્યું, 'હું ખૂબ નાનો હતો જ્યારે મારા પિતાનું નરગિસ જી સાથે અફેર હતું અને તેથી તેની મારા પર કોઈ અસર થઈ ન હતી. મને યાદ પણ નથી કે આ અફેરને કારણે અમારા ઘરમાં કોઈ વિરોધ કે ઝઘડો થયો હોય. પણ મને યાદ છે કે જ્યારે પાપા વૈજયંતી માલા સાથે જોડાયેલા હતા, ત્યારે હું મારી માતા સાથે ઘર છોડી ગયો હતો અને અમે મરીન ડ્રાઈવ પરની નટરાજ હોટલમાં રહેવા લાગ્યા હતા.
ઋષિ કપૂરે આગળ કહ્યું, 'આ વખતે મારી માતાએ નક્કી કર્યું હતું કે તે પીછેહઠ નહી કરે. હોટેલમાં રહ્યા બાદ અમે બે મહિના માટે ચિત્રકૂટના એક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા. મારા પિતાએ માતા અને અમારા માટે આ એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. આ દિવસોમાં મારા પિતા રાજ કપૂરે અમને મનાવવા માટે બધું જ કર્યું પરંતુ આ વખતે મારી માતાએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તેઓ આ કિસ્સાઓ પૂરા નહીં કરે ત્યાં સુધી તેઓ હાર નહીં માને.
જો કે, વૈજયંતી માલાએ તેમના અને રાજ કપૂરના અફેરના સમાચારને ફગાવતા કહ્યું હતું કે આ માત્ર ફિલ્મના પ્રમોશન માટે થઈ રહ્યું છે. રાજ કપૂરે પણ ત્યાં આવું જ નિવેદન આપીને વાતને દબાવી દીધી હતી. થોડા વર્ષો પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં વૈજયંતી માલાએ ખુલાસો કર્યો હતો કે, રાજ કપૂર સાથે તેનું કોઈ અફેર નથી, તે આ માત્ર ફિલ્મના પ્રમોશન માટે કરી રહી છે, જેના પર ઋષિ કપૂર પણ ખૂબ ગુસ્સે થયા હતા.