આ અભિનેતાએ 'Gadar 2'ના કલેક્શનને ફેક ગણાવતા જ લાલઘૂમ થયા સની દેઓલના ફેન્સ! લઈ લીધો ઉધડો
KRK Claimed Gadar 2 Collection Fake: ફિલ્મ ક્રિટીક અને અભિનેતા કમાલ રાશિદ ખાન તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગદર 2' રિલીઝ થઈ છે
KRK Claimed Gadar 2 Collection Fake: ફિલ્મ ક્રિટીક અને અભિનેતા કમાલ રાશિદ ખાન તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગદર 2' રિલીઝ થઈ છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જ્યાં એક તરફ લોકો 'ગદર 2'ના વખાણ કરતા થાકતા નથી, તો બીજી તરફ KRKએ તેના મેકર્સ પર નકલી કલેક્શન રિલીઝ કરવાનો આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં કેઆરકેએ ટ્વિટર પર લખ્યું- 'ગદર 2 નિર્માતાઓએને શા માટે ટિકિટ ખરીદવાની જરૂર પડી રહી છે જો તેઓ બેશરમપણે દરરોજ 5 થી 6 કરોડનો કલેક્શન વધારી શકે છે અને હું સેબી ઇન્ડિયાને પૂછવા માંગુ છું કે શું કોઈ કંપની ઝી સ્ટુડિયો શેરની કિંમત વધારવા માટે નકલી કલેક્શન આપે છે તો તે ભ્રષ્ટાચાર કેવી રીતે નથી? સેબીએ પગલાં લેવા જોઈએ.
સની દેઓલના ચાહકોએ KRK પર વળતો પ્રહાર કર્યો
KRKનું આ ટ્વીટ જાણે તેના પર બેકફાયર થયું હોય તેવું લાગે છે. સની દેઓલના ફેન્સ તેના આ ટ્વિટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અભિનેતાને ટ્રોલ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું- 'ગજબ પાગલ માણસ છે, રોજ અપમાનીત થવા આવી જાય છે. ગદરે તને તારું સ્થાન બતાવ્યું છે. તુ શું છો તે બતાવી દીધુ, છતાં પણ તમારા જેવા મૂર્ખને તે કેવી રીતે સમજાશે. જો તેને વાત સમજાઈ હોત તો તુ ચૂપ રહ્યો હોત, અહીં અપમાનીત થવા ન આવ્યો હોત.
Why do makers of #Gadar2 need to buy tickets when they can shamelessly inflate ₹5-6Cr collections per day. And I want to ask @SEBI_India that if a company @ZeeStudios_ gives fake collections to increase value of share then how it’s not a corruption? SEBI must take action.
— KRK (@kamaalrkhan) August 17, 2023
જ્યારે અન્ય એક પ્રશંસકે લખ્યું કે- આ યોગ્ય કલેક્શન છે. ડિયર કેઆરકે, તમે ગદર 2 ની સાચી સફળતાને પચાવી શક્યા નથી. તે ચોક્કસપણે પઠાનને પાછળ છોડી દેશે. આ ઉપરાંત અન્ય એક યૂઝરે લખ્યું, ગજબનો માણસ છે તુ ભાઈ, પોતે પૈસા લઈને ફિલ્મોનું ખરાબ રિવ્યૂ આપવા અંગે રંગેહાથ પકડાઈ ગયો હતો, તેમ છતા હજુ પણ તેવી જ ભૂલ કરી રહ્યો છો.એક પૂછપરછ તો તારા માટે પણ બને છે.
આ ફિલ્મ 250 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે
તમને જણાવી દઈએ કે સની દેઓલની ફિલ્મ 'ગદર 2'ને દર્શકો તરફથી ઘણો પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. આ ફિલ્મે 6 દિવસમાં 250 કરોડની ક્લબમાં જગ્યા બનાવી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ સપ્તાહના અંતમાં 300 ક્લબમાં સામેલ થઈ જશે.