શોધખોળ કરો
સુશાંત સિંહના મૃતદેહની તસવીરો ફોરવર્ડ કરી તો આવી બન્યું, ક્યા કાયદા હેઠળ પોલીસ ધકેલી દેશે જેલમાં? જાણો વિગત
મહારાષ્ટ્ર સાયબર સેલે મોટી એક્શન લઇને ચેતાવણી આપી છે. અમર ઉજાલા હિન્દી વેબસાઇટ પર છપાયેલા એક આર્ટિકલ પ્રમાણે આ અંગે સાયબર સેલ કાર્યવાહી કરી શકે છે

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થોડાક જ સમયમાં તેના મૃતદેહની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ. આવી રીતે તસવીરો વાયરલ થતાં બૉલીવુડ સ્ટાર્સ અને ફેન્સ ગુસ્સે થયા હતા. હવે આના પર મહારાષ્ટ્ર સાયબર સેલે મોટી એક્શન લઇને ચેતાવણી આપી છે. અમર ઉજાલા હિન્દી વેબસાઇટ પર છપાયેલા એક આર્ટિકલ પ્રમાણે આ અંગે સાયબર સેલ કાર્યવાહી કરી શકે છે. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર સાયબરે પોતાના એક ટ્વીટમાં લખ્યું- સોશ્યલ મીડિયા પર જે ટ્રેન્ડ જોવામાં આવી રહ્યુ છે તે પરેશાન કરનારુ છે. દિવંગત સુશાંત સિંહ રાજપૂતની તસવીરો સોશ્યલ મીડિયા પર ફેલાઇ રહી છે. આ બહુ ખરાબ છે. મહારાષ્ટ્ર સાયબરે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું- તમને જાણ કરી દઇએ કે આવી કોઇપણ તસવીરો સોશ્યલ મીડિયા પર ફેલાવવી કાયદેસરના નિયમો અને કોર્ટના આદેશોની વિરુદ્ધનુ છે. આવુ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. બીજા એક ટ્વીટમાં મહારાષ્ટ્ર સાયબરે લખ્યું- યૂઝર્સ આવી તસવીરો ફેલાવવાથી દુર રહે, સાથે જે તસવીરો શેર કરી છે તે ડિલીટ કરી દેવી જોઇએ. નોંધનીય છે કે, મહેન્દ્રસિંહ ધોનીના પાત્રને રૂપેરી પડદે જીવંત કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી રહો. રવિવારે તેણે બાન્દ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. મોડી રાતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં પ્રાથમિક તબક્કે આત્મહત્યાની વાત સામે આવી છે. ખાસવાત છે કે 34 વર્ષીય આ એક્ટરનુ નવેમ્બરમાં લગ્ન કરવાનું પણ આયોજન હતું.
વધુ વાંચો





















