શોધખોળ કરો

લોકડાઉન દરમિયાન આ બોલીવૂડ સિંગર રસ્તા પર ઉતરી ગરીબોને પહોંચાડે છે ખાવાનું 

કોરોના સંકટમાં લાગુ લોકડાઉન દરમિયાન તમામ બોલીવૂડ સ્ટાર પોતપોતાની રીતે કોરોના પીડિતો, ગરીબો અને જરુરિયાતમંદ લોકોની મદદની કોશિશ કરી રહ્યા છે. એવામાં આ સ્ટાર્સમાં હવે જાણીતા ગાયક મિકા સિંહનું નામ જોડાયું છે જે પોતાના ફાઉન્ડેશનના માધ્યમથી ગરીબો અને જરુરિયાતમંદ લોકોને જમવાનું પહોંચાડવાનું કામ કરે છે.

મુંબઈ: કોરોના સંકટમાં લાગુ લોકડાઉન દરમિયાન તમામ બોલીવૂડ સ્ટાર પોતપોતાની રીતે કોરોના પીડિતો, ગરીબો અને જરુરિયાતમંદ લોકોની મદદની કોશિશ કરી રહ્યા છે. એવામાં આ સ્ટાર્સમાં હવે જાણીતા ગાયક મિકા સિંહનું નામ જોડાયું છે જે પોતાના ફાઉન્ડેશનના માધ્યમથી ગરીબો અને જરુરિયાતમંદ લોકોને જમવાનું પહોંચાડવાનું કામ કરે છે. ઉલેખ્ખનીય છે કે સિંગર મિકા સિંહ આજે પોતાને ગરીબોને જમવાનું પહોંચાડવા માટે મુંબઈના ઓશિવાર સ્થિતિ એક બસ્તીમાં પહોંચ્યા હતા.  તેની સાથે લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદી અને અભિનેતા વિંદુ દારા સિંહ પણ ગરીબોને ફૂડ પેકેટ આપતા જોવા મળ્યા હતા.

મીકા સિંહની ચેરિટી સંસ્થા ડિવાઈન ટસના માધ્યમથી છેલ્લા બે સપ્તાહથી ફરી ફરીને મુંબઈના  1,000 લોકોને ફૂડ પેકેટ્સ આપી રહ્યા છે. જરુરીયાતમંદ લોકોની લાંબી લાઈનમાં ઉભેલા તમામ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યા બાદ મીકા સિંહે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા કહ્યું, 'દરેક લોકો એક વિચારે કે તેઓ દરરોજ નહી પરંતુ વર્ષમાં એક વખત પણ લોકો માટે લંગર લગાવશે તો આ દેશમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો નહી સુવે.'

મીકા સિંહે એબીપી ન્યૂઝને જાણકારીએ આપી કે મુંબઈમાં તેમના ડિવાઈન ટચ ફાઉન્ડેશનના માધ્યમથી છેલ્લા બે સપ્તાહથી ગરીબોને જમવાનું આપવાનું ચાલુ છે તો દિલ્હીમાં છેલ્લા એક વર્ષથી દરરોજ 1,000 લોકોને લંગરના માધ્યમથી જમાડવાનું કામ અવિરત ચાલુ છે.

મીકાએ જણાવ્યું કે ફૂડ પેકેટમાં દાળ-ભાત, ક્યારેક રાજમા-ભાત તો ક્યારે મીઠા ભાત હોય છે. આ સાથે જ લોકોમાં બિસ્કિટના પેકેટ્સ પણ આપવામાં આવે છે. મીકા કહે છે, લોકોએ સોશિયલ મીડિયામાં મદદનો દેખાડો કરવાના બદલે આગળ આવી લોકોની મદદ કરવી જોઈએ. આ કોઈ મુશ્કેલ કામ નથી.

મીકા સિંહના મિત્ર વિંદુ દારા સિંહે કહ્યું, મીકા આ રીતે લોકોની સેવા કરી ખૂબ સરસ કામ કરી રહ્યા છે. તેની ગણતરી એવા લોકોમાં થાય છે જે કામ વઘારે  અને દેખોડો ઓછો કરે છે. મીકા સિંહે કહ્યું, 'એક દિવસ હું અને વિંદુ લોકોની મદદ કરવાને લઈ વાતચીત કરી રહ્યા હતા તો મે વિંદુને કહ્યું આ લંગરમાં મારી સાથે જોડાઈ અને આ કામમાં મારી મદદ કરે.'

ગાયિકા ભૂમિ ત્રિવેદી પણ પોતાના હાથે ગરીબોમાં ફૂડ પેક્ટ્સ આપતી જોવા મળી હતી. આ દરમિયાન એબીપી ન્યૂઝને તેણે કહ્યું, મારી પાસે કહેવામાં માટે કંઈ નથી. હું આ રીતે લોકોની મદદ કરી ખૂબ જ ખુશ છુ અને મારા માટે આ સૌભાગ્યની વાત છે. 

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget