'લાલ સિંહ ચઢ્ઢા' એક્ટ્રેસનું થયુ કાસ્ટિંગ કાઉચ, બોલી- જ્યારે પુણેથી મુંબઇ આવતી હતી ત્યારે તે લોકોએ મને ઘેરી લીધી ને પછી.....
ટીવીની દુનિયા છોડ્યા બાદ અભિનેત્રી હવે OTTની દુનિયામાં પોતાનો હાથ અજમાવી રહી છે. તે વેબ સીરીઝ 'કફુસ'માં જોવા મળી હતી,
Mona Singh On Casting Couch: બૉલીવુડમાં વધુ એક એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ પર મોટો ઘટસ્ફોટ કર્યો છે. બૉલીવુડમાં કાસ્ટિંગ કાઉચ સામાન્ય બાબત બની ગઈ છે, હીરોઇનોનું હંમેશા કોઇને કોઇ રીતે શારીરિક શોષણ થતું રહે છે. આ વાતને કેટલીય હીરોઇને ટાળી દે છે તો કેટલીક ખુલીને સામે આવે છે. હવે આ મામલે ટીવી સીરિયલ 'જસ્સી જૈસી કોઈ નહીં'માં લીડ રૉલ કરીને ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ મોના સિંહે કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ટીવીની દુનિયા છોડ્યા બાદ અભિનેત્રી હવે OTTની દુનિયામાં પોતાનો હાથ અજમાવી રહી છે. તે વેબ સીરીઝ 'કફુસ'માં જોવા મળી હતી, જેમાં તેને એક યુવાન છોકરાની માતાનો રૉલ કર્યો હતો. હવે તાજેતરમાં અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો કર્યો કે શું તેને પોતાના જીવનમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો, તે ખુબ જ દુઃખદાયક હતો.
ખુદને બચાવવા માંગતી હતી મોના સિંહ -
ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા મોના સિંહે કહ્યું - 'હા, મેં તેનો સામનો કર્યો છે, પરંતુ તે મને 'જસ્સી જૈસી કોઈ નહીં' મળે તે પહેલા હતું. આ એ સમય હતો જ્યારે હું ઓડિશન માટે પૂણેથી બૉમ્બે આવી હતી, હું કેટલાક લોકોને મળી જેનાથી મને અસ્વસ્થતા, વિચિત્ર અને ભયંકર અનુભવ કરાવ્યો હતો.
દરેક ઇન્ડસ્ટ્રીમાં છે ઘૂસી ગયુ છે કાસ્ટિંગ કાઉચ -
મોના સિંહે આગળ કહ્યું, 'તમે જાણો છો, જીવનમાં આવી ઘટનાઓ બને છે. એકમાત્ર વસ્તુ એ છે કે આવી વસ્તુઓ તમને જે કરવા માંગો છો તે કરવાથી ક્યારેય નિરાશ નહીં કરે. તેથી, હા, તેને મને ઇન્ડસ્ટ્રીમાં આવવાથી નિરાશ ના કરી, હું હજી પણ મારા સ્વપ્નને અનુસરી રહી છું. તે હજી પણ અસ્તિત્વમાં છે અને માત્ર આ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં. તે દરેક જગ્યાએ છે, અને તે વ્યક્તિગત પસંદગી બની ગઈ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મોના 'લાલ સિંહ ચઢ્ઢા'માં આમિર ખાનની માતાના રૉલમાં જોવા મળી હતી. વળી, તેની વેબ સીરિઝ 'કફુસ' તાજેતરમાં રિલીઝ થઈ છે. જેમાં અભિનેત્રીએ એક યુવાન છોકરાની માતાની ભૂમિકા ભજવી છે.