![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Watch: મુકેશ અંબાણીએ વાજતે-ગાજતે કર્યું ગણપતિ બાપાનું સ્વાગત, પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા રાજ ઠાકરે
આ સમયે સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ધામધૂમ સાથે કરવામાં આવી રહી છે. માયા નગરી મુંબઈમાં પણ સેલેબ્સ તેમના ઘરે ગણપતિ બાપાનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે.
![Watch: મુકેશ અંબાણીએ વાજતે-ગાજતે કર્યું ગણપતિ બાપાનું સ્વાગત, પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા રાજ ઠાકરે Mukesh ambani nita ambani house antilia ganesh chaturthi 2023 celebration raj thackeray inside photos Watch: મુકેશ અંબાણીએ વાજતે-ગાજતે કર્યું ગણપતિ બાપાનું સ્વાગત, પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા રાજ ઠાકરે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/42e6263962e6d068979375859b72fd77169513611264878_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ganesh Chaturthi 2023: આ સમયે સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ધામધૂમ સાથે કરવામાં આવી રહી છે. માયા નગરી મુંબઈમાં પણ સેલેબ્સ તેમના ઘરે ગણપતિ બાપાનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. આ દરમિયાન દેશના સૌથી મજબૂત વ્યક્તિત્વ એટલે કે મુકેશ અંબાણીએ પણ ગણેશ ચતુર્થી નિમિત્તે તેમના વૈભવી ઘર એન્ટિલિયાને સુંદર રીતે શણગાર્યું હતું અને વાજતે ગાજતે ભગવાન ગણપતિનું સ્વાગત કર્યું હતું. જે બાદ બોલિવૂડ સેલેબ્સની સાથે રાજનીતિની અનેક મોટી હસ્તીઓ ગણપતિ બાપાના આશીર્વાદ લેવા પહોંચી હતી.
View this post on Instagram
મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપાનું વાજતે ગાજતે સ્વાગત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે પણ મુકેશ અંબાણીના ઘરે ગણપતિના દર્શન કરવા પહોંચ્યા હતા. માનવ મંગલાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાજ ઠાકરે તેમના આખા પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો પુત્ર અમિત ઠાકરે પણ પત્ની સાથે જોવા મળ્યા હતા.
રાજ ઠાકરે મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપાના દર્શન કરવા પહોંચ્યા
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં રાજ ઠાકરે ગણપતિ બાપાના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરતા જોવા મળે છે. મુકેશ અંબાણી પોતે તેમને મૂકવા ગેટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન દરેક લોકો ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. મુકેશ અંબાણી અને રાજ ઠાકરેએ મીડિયાને એકસાથે ઘણી તસવીરો પણ આપી હતી.
View this post on Instagram
નીતા અંબાણીએ મીડિયાનું સ્વાગત કર્યું
આ સિવાય અન્ય એક વીડિયોમાં નીતા અંબાણી પણ જોવા મળે છે. તેઓ મીડિયાને મળી ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. આ દરમિયાન નીતા અંબાણીએ મીડિયાનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. વીડિયોમાં તેઓ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. નીતા અંબાણીના આ વીડિયો પર યુઝર્સ તેમને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આપી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)