"અચાનક હિન્દૂ જાગી ઉઠ્યા" - Lal Singh Chaddhaના બહિષ્કાર પર મુકેશ ખન્નાએ આપ્યું નિવેદન....
આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ થાય તેની પહેલાં જ તેનો બહિષ્કાર (Boycott) થઈ રહ્યો હતો. ફિલ્મ આ સ્થિતિમાં 11 ઓગસ્ટના દિવસે થિયેટરોમાં રિલીઝ થઈ છે.
Lal Singh Chaddha Boycott: આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ થાય તેની પહેલાં જ તેનો બહિષ્કાર (Boycott) થઈ રહ્યો હતો. ફિલ્મ આ સ્થિતિમાં 11 ઓગસ્ટના દિવસે થિયેટરોમાં રિલીઝ થઈ છે. જો કે, ફિલ્મના બહિષ્કારનો સિલસિલો હજી પણ યથાવત છે અને તેની અસર ફિલ્મની કમાણી પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
લગભગ 180 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને રિલીઝ થયાને 6 દિવસનો સમય પુરો થયો છે અને ફિલ્મે અત્યાર સુધીમાં 50 કરોડની કમાણી પણ નથી કરી. ફિલ્મનું અત્યાર સુધીનું બોક્સ ઓફિસ કલેક્શન 47.75 કરોડ રુપિયા રહ્યું છે. આમિર ખાને આ ફિલ્મને લઈ અત્યાર સુધી ઘણા બોલીવુડ સ્ટાર્સના રિએક્શન સામે આવ્યા છે. આ બધામાં હવે શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ પણ આ ફિલ્મના બહિષ્કાર મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે.
પહેલી વખત નથી થઈ રહ્યો વિવાદઃ
હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં મુકેશ ખન્નાને પુછવામાં આવ્યું કે, આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું ફ્લોપ થવાનું કારણ શું છે? આ પ્રશ્નના જવાબમાં મુકેશ ખન્નાએ કહ્યું કે, આ કંઈ પ્રથમ વખત નથી કે જ્યારે કોઈ ફિલ્મને લઈ વિવાદ થયો હોય. પહેલાં પણ ઘણી ફિલ્મો સાથે આવું થઈ ચુક્યું છે. પરંતુ એવું પહેલી વાર બન્યું છે કે, કોઈના જૂના નિવેદનના આધારે વિવાદ વધારે વધ્યો હોય.
આગળ મુકેશ ખન્નાએ કહ્યું કે, કેટલાક કથિત ડાયરેક્ટર, પ્રોડ્યુસર્સે આ એક સરળ રીત બનાવી લીધી છે કે, કોઈ ધર્મને નિશાન બનાવો, હંગામો થશે અને તમારી ફિલ્મને ફાયદો થશે. આમ કરવું ખોટું છે. બોટકોટ ટ્રેંડથી બોલીવુડને ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે જેના ઉપર ધ્યાન આપવું જરુરી છે.
'અચાનક હિન્દૂ જાગી ઉઠ્યા'
આ દરમિયાન મુકેશ ખન્નાએ ટ્રોલર્સને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, વિવાદ થયા બાદ આમિર ખાનની ફિલ્મ દંગલ પણ આવી હતી, પરંતુ એ ફિલ્મે ઘણી સારી કમાણી કરી હતી. હવે લાગે છે કે, અચાનક "હિન્દૂ લોકો જાગી ગયા છે." તેમણે એ પણ કહ્યું કે, કોઈ ફિલ્મને બનાવવા માટે ઘણા પૈસા અને સમય લાગે છે. એટલે જ્યારે ફિલ્મો ફ્લોપ થાય છે તો તેમને (મુકેશ ખન્ના) સારું નથી લાગતું. મુકેશ ખન્ના ઈચ્છે છે કે, બધાની ફિલ્મો પૈસા કમાય.