શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ મુદ્દે ગર્લફ્રેન્ડ રીયાએ પોલીસથી છૂપાવી કઈ મોટી વાત? પોલીસે ફરી પૂછપરછ માટે બોલાવી
રિપોર્ટ પ્રમાણે, પોલીસ સુશાંતની નજીકની મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ફરીથી પૂછપરછ કરશે. પોલીસે કહ્યું છે કે, ગઈ વખતે પૂછપરછ દરમિયાન નિવેદનમાં પોતાના સુશાંત સાથે સંબંધિત કોઈ પણ વાતનો ઉલ્લેખ કર્યો નથી
મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે. રોજ નવા નવા તથ્યો અને ખુલાસા સામે આવ્યા બાદ પોલીસે તપાસનો વ્યાપ વધારી દીધો છે. પોલીસે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ફરીથી પુછપરછ માટે બોલાવી છે. રિપોર્ટ છે કે અભિનેત્રીએ કેટલીક વાતો પોલીસથી છુપાવી છે.
રિપોર્ટ પ્રમાણે, પોલીસ સુશાંતની નજીકની મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ફરીથી પૂછપરછ કરશે. પોલીસે કહ્યું છે કે, ગઈ વખતે પૂછપરછ દરમિયાન નિવેદનમાં પોતાના સુશાંત સાથે સંબંધિત કોઈ પણ વાતનો ઉલ્લેખ કર્યો નથી. તેથી રિયાનું નિવેદન ફરીથી નોંધવામાં આવશે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુશાંત સિંહની આત્મહત્યાના કેસમાં તપાસમાં કેટલાક નવી મહત્વની કડીઓ સામે આવી છે. જાણવા મળ્યું છે કે રિયાએ સુશાંતે બનાવેલી કંપનીમાં તેના નાણાંકીય વ્યવહારનો ખુલાસો કર્યો નથી. જાણવા મળ્યું છે કે, સુશાંતે બનાવેલી 3 કંપનીઓમાંથી 2માં રિયા પોતે ડાયરેક્ટરની પોસ્ટ પર હતી, જ્યારે 1 કંપનીમાં તેનો ભાઈ શોવિક ચક્રવર્તી ડાયરેક્ટરના પદ પર હતો. આ કંપનીનું નામ છે VIVIDRAGE RHEALITYX PRIVATE LIMITED.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુશાંતે તેની જીવનકાળની કમાણીનો મોટો હિસ્સો આ કંપનીઓમાં રોકાણ કર્યો છે. હાલમાં રિયા ચક્રવર્તીએ આ કંપનીઓમાં કેટલું રોકાણ કર્યું એની રકમ અંગે શંકા છે. હવે રિયાને પૂછવામાં આવશે કે તેણે પણ આ કંપનીઓમાં રોકાણ કર્યું હતું કે નહીં. છેલ્લા 11 કલાકની પૂછપરછમાં રિયાએ રોકાણ સંબંધિત કોઈ જ માહિતી આપી નહોથી. પોલીસ હવે સુશાંતસિંહ રાજપૂતનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નિવેદન પણ નોંધશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement