શોધખોળ કરો

Bollywood : નાના પાટેકરનું નામ પ્રખ્યાત અભિનેત્રી મનીષા કોઈરાલા સાથે જોડાયેલું, મનીષાએ કરેલુ બ્રેકઅપ! 

નાના પાટેકરનું નામ ઈન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર્સમાં સામેલ છે. નાના પાટેકરે તેમની કારકિર્દીમાં ઘણી મહાન ફિલ્મોમાં કામ કર્યું હતું.

Nana Patekar Manisha Koirala Break Up: નાના પાટેકરનું નામ ઈન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર્સમાં સામેલ છે. નાના પાટેકરે તેમની કારકિર્દીમાં ઘણી મહાન ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ક્રાંતિવીર, તિરંગા, યશવંત, વેલકમ, અબ તક છપ્પન વગેરેનો સમાવેશ થાય છે. નાના પાટેકર તેમના જબરદસ્ત અભિનયની સાથે તેમના અંગત સંબંધોને લઈને ચર્ચામાં રહ્યા છે. નાના પાટેકરનું નામ એક સમયે તેમના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી મનીષા કોઈરાલા સાથે જોડાયું હતું. આજે અમે તમને નાના અને મનીષાની લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફિલ્મ 'અગ્નિસાક્ષી'થી એકબીજાની નજીક આવ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'અગ્નિસાક્ષી'ના શૂટિંગ દરમિયાન નાના પાટેકર અને મનીષા કોઈરાલાની નિકટતા વધી ગઈ હતી. આ ફિલ્મ વર્ષ 1996માં રિલીઝ થઈ હતી અને કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. જોકે, નાના પાટેકર અને મનીષા કોઈરાલા એ જ વર્ષે એટલે કે 1996માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખામોશી'માં પિતા-પુત્રીના રોલમાં જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધી આખી ઈન્ડસ્ટ્રીમાં તેમના અફેરની ચર્ચા થવા લાગી હતી.

મનીષાના ઘરે નાના પાટેકરની હતી અવર જવર

સમાચાર મુજબ નાના પાટેકર મનીષા કોઈરાલાના ઘરે આવતા હતા. જો કે હવે સવાલ એ થાય છે કે પછી એવું શું થયું કે નાના પાટેકર અને મનીષાનું બ્રેકઅપ થયું? કહેવાય છે કે, નાના પાટેકર મનીષાને પ્રેમમાં છેતર્યા હતા. મનીષા કોઈરાલાએ નાના પાટેકરને અભિનેત્રી આયેશા ઝુલ્કા સાથે રંગે હાથે પકડ્યા હતા. કહેવાય છે કે, આ તે ઘટના હતી જેના પછી તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું.

MeToo આરોપો બાદ ઓટીટી પર કમબેક કરશે નાના પાટેકર, વેબ સીરીઝ 'Laal Batti'માં જોવા મળશે

બોલિવૂડ એક્ટર નાના પાટેકર ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ દ્વારા કમબેક કરવા માટે તૈયાર છે. તે પ્રકાશ ઝાની વેબ સિરીઝ લાલ બત્તી વેબ સિરીઝમાં જોવા મળશે, જે સામાજિક-રાજકીય મુદ્દાઓ પર આધારિત છે. નાના પાટેકરને હિન્દી સિનેમાના પીઢ અભિનેતા માનવામાં આવે છે. MeTooના આરોપોને કારણે નાના પાટેકર થોડા સમય માટે ફિલ્મોથી દૂર હતા. વર્ષ 2018માં અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

MeToo પછી નાના પાટેકર ગાયબ થઈ ગયા હતા

દમદાર અભિનય અને સંવાદોને કારણે અભિનેતાની ફેન-ફોલોઈંગ પણ જબરદસ્ત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અભિનેતા મોટા પડદા અને ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગયા હતા. તેમના પર MeToo અભિયાન હેઠળ છેડતીનો આરોપ લાગ્યો હતો, જેના માટે નાના પાટેકરને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અભિનેતાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. હવે નાના પાટેકર ટૂંક સમયમાં OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget