The Kashmir Files ફિલ્મ પર વિવાદ વધતા નાના પાટેકરે રોકડું પરખાવ્યુ
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ જ્યારથી સિનેનમાં ઘરોમાં રિલીઝ થઈ છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈને વિવાદ સામે આવતો રહે છે. ઘણા લોકો તેના સમર્થનમાં છે તો ઘણા લોકો તેની વિરુદ્ધમાં છે.
The Kashmir Files : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files ) જ્યારથી સિનેનમાં ઘરોમાં રિલીઝ થઈ છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈને વિવાદ સામે આવતો રહે છે. ઘણા લોકો તેના સમર્થનમાં છે તો ઘણા લોકો તેની વિરુદ્ધમાં. ઘણા લોકો આ ફિલ્મ જોઈને પોતાના આંસુ રોકી શકતા નથી તો આ ઘણા લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો સાથે જે ખરાબ વર્તન થયું તેની કહાની બતાવવામાં આવી છે. હવે તેને લઈને રાજકારણ ગરમાયું છે.
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે આપ્યું નિવેદન
આ ફિલ્મના વિવાદ વચ્ચે હવે બોલિવૂડ અભિનેતા નાના પાટેકરે પોતાની પ્રતિક્રિયા આપી છે. નાના પાટેકરે કહ્યું કે, કોઈ કારણ વગર વિવાદ ઉભો કરવો યોગ્ય નથી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હિન્દુ અને મુસલમાન બન્ને ભારતના રહેવાસી છે. બન્ને માટે શાંતિથી રહેવુ આવશ્યક છે. બન્ને સમાજોને એક બીજાની જરૂર છે. બન્ને એકબીજા વગર રહી શકતા નથી. કોઈ એક ફિલ્મના કારણે આવો વિવાદ ઉભો કરવો તે યોગ્ય નથી. જે આવું કરી રહ્યા છે તેમની પાસેથી જવાબ માગવો જોઈએ. ફિલ્મ જોયા બાદ સમાજના બે ટૂકડા થઈ જશે. સમાજમાં રાગદ્વેશ ઉભો કરવો યોગ્ય નથી.
આ ફિલ્મ અંગે રાજકારણ પણ વધી રહ્યું છે
આ ફિલ્મની વાત કરીએ તો તેમા અનુપમ ખેર,દર્શન કુમાર, પલ્લવી જોશી,મિથુન ચક્રવર્તીએ મુ્ખ્ય ભૂમિકા ભજવી છે. બધાની એક્ટિંગને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનુપમ ખેરની એક્ટિંગની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ આ ફિલ્મ અંગે રાજનીતિ પણ ચરમ પર છે. આ ફિલ્મએ હાલમાં 80 કરોડની કમાણી કરી લીધી છે. તે ટૂંક સમયમાં જ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.
વિવેક અગ્નિહોત્રીને 'Y' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી
તાજેતરમાં જ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કારણે ચર્ચામાં આવેલા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રી ( Vivek Agnihotri)ને 'Y' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુરક્ષા તેમને CRPFના જવાનો દ્વારા આપવામાં આવશે અને આ સુરક્ષા સમગ્ર ભારત માટે છે. એટલે કે તેઓ જ્યાં જશે, તેમને દરેક જગ્યાએ આ સુરક્ષા મળશે. તાજેતરની તેમની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ થઈ રહ્યા છે ત્યારે તે કટ્ટરવાદીઓના નિશાના પર પણ આવી ગયા છે. હુમલાની સંભાવનાને જોતા સરકારે તેમને આ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.