શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઇથી પોતાના ગામમાં પહોંચ્યો આ એક્ટર તો પરિવાર સાથે થવુ પડ્યુ 14 દિવસ માટે હૉમ ક્વૉરન્ટાઇન
મહારાષ્ટ્ર સરકાર પાસેથી પરમીશન લેટર લીધા બાદ નવાઝુદ્દીન સિદ્દીકી 15 મેએ પોતાના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમને પરિવાર સાથે 25 મે સુધી ક્વૉરન્ટાઇમાં રહેવાનુ કહેવામાં આવ્યુ છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને પોતાના વતનમાં હૉમ ક્વૉરન્ટાઇ થવુ પડ્યુ છે, અભિનેતા પોતાના ઘરે એટલે કે યુપીના મુઝફ્ફરનગર જિલ્લાના બુઢાના ગામમાં પહોંચ્યો હતો, અહીં પહોંચતા જ એક્ટરને હૉમ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે.
તાજેતરમાં જ એક્ટર મુંબઇથી પોતાના ઘરે મુઝફ્ફરનગર આવ્યો હતો, અને તે પોતાના પરિવારની સાથે હવે 14 દિવસ માટે હૉમ ક્વૉરન્ટાઇન રહેશે. જોકે, એક્ટર સહિત પરિવારના તમામ સભ્યોનુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ પણ બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
મહારાષ્ટ્ર સરકાર પાસેથી પરમીશન લેટર લીધા બાદ નવાઝુદ્દીન સિદ્દીકી 15 મેએ પોતાના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમને પરિવાર સાથે 25 મે સુધી ક્વૉરન્ટાઇમાં રહેવાનુ કહેવામાં આવ્યુ છે.
મુંબઇથી યુપીના બુઢાના સુધી નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની ગાડી લઇને આવ્યો, અને રસ્તામાં તેમની સાથે તેમની મા, ભાભી અને ભાઇ પણ હતા. અભિનેતાએ પત્રકારોને જણાવ્યુ કે આ મુસાફરી દરમિયાન તેમને રસ્તાંમાં 25 જગ્યાઓ પર મેડિકલ સ્ક્રીનિંગ કરાવવુ પડ્યુ હતુ.
બુઢાના પોલીસ સર્કલ સ્ટેશન હાઉસ ઓફિસર કુશલપાલ સિંહે કહ્યું કે, સ્વાસ્થ્ય વિભાગના કર્મીઓએ પણ અભિનેતાના ઘરે જઇને ટેસ્ટિંગ કર્યુ હતુ, બાદમાં તેમને 14 દિવસ સુધી હૉમ ક્વૉરન્ટાઇનમાં રહેવાનુ કહેવામાં આવ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion