શોધખોળ કરો

IPL મેચમાં સ્પોટ થયા નયનતારા-વિગ્નેશ, ધોનીની એન્ટ્રી પર વગાડી તાળીઓ

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ સીઝન 16 (IPL 16) આ દિવસોમાં હેડલાઈન્સમાં છે. આગામી દિવસોમાં IPL મેચમાં સ્ટેડિયમમાં એક યા બીજા સેલેબ્સ જોવા મળી રહ્યા છે.

Nayanthara Vignesh Shivan IPL 16: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ સીઝન 16 (IPL 16) આ દિવસોમાં હેડલાઈન્સમાં છે. આગામી દિવસોમાં IPL મેચમાં સ્ટેડિયમમાં એક યા બીજા સેલેબ્સ જોવા મળી રહ્યા છે.  હવે મેદાન પર  દક્ષિણ સિનેમાની પીઢ અભિનેત્રી નયનતારા  તેના પતિ અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન જોવા મળ્યા છે. નયનતારા શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK vs MI) વચ્ચે રમાયેલી મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચી હતી. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

નયનતારા IPL એન્જોય કરવા પહોંચી હતી

IPL 2023 (IPL 2023) દરમિયાન  ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે   મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. સાઉથની સુપરસ્ટાર નયનતારા પણ તેની હોમ ટીમને ચીયર કરવા ચેપોક ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી હતી. CSK ટીમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલે લેટેસ્ટ તસવીર શેર કરી છે. જેમાં નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવન ચેન્નાઈ ટીમને ચીયર અપ કરતા જોવા મળે છે.

ચાહકોનો ઉત્સાહ ઘણો વધી ગયો

નયનતારાને સ્ટેડિયમમાં જોઈને ચેન્નાઈના ચાહકોનો ઉત્સાહ ઘણો વધી ગયો હતો. આ મેચ દરમિયાન નયનતારાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની એન્ટ્રી પર નયનતારા પણ જોરદાર તાળીઓ પાડતી જોવા મળી રહી છે.

આ ફિલ્મમાં નયનતારા જોવા મળશે

નયનતારાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો  ચાહકો નયનતારાની ફિલ્મ 'જવાન'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'જવાન'માં નયનતારા બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. શનિવારે શાહરૂખ ખાને 'જવાન'ની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે, જેના કારણે શાહરૂખ અને નયનતારાની જોડી હવે 7 સપ્ટેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે. 

ઘરઆંગણે ચેન્નઇનો કમાલ, મુંબઇ ઇન્ડિયન્સને છ વિકેટે આપી કારમી હાર

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને છ વિકેટે હરાવ્યું છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 139 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈએ 17.4 ઓવરમાં 140 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ચેન્નઈએ તેની 11માંથી છ મેચ જીતી છે અને એક મેચ ડ્રો રહી છે. આ સાથે જ તેને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મુંબઈ 10 મેચમાં પાંચ જીત અને પાંચ હાર સાથે છઠ્ઠા સ્થાને છે.

ટોપ સ્ટોરી

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Embed widget