શોધખોળ કરો

નીના ગુપ્તાએ વિવિયન રિચર્ડ્સને ફોન કરી પૂછ્યું- જો તને આ બાળક ન જોઈતું હોય તો...

નીના ગુપ્તાને ખબર પડી કે તે વિવિયન રિચર્ડ્સના બાળકની માતા બનવા જઈ રહી છે. તો તેણે તરત જ આ વિશે ક્રિકેટરને કહ્યું.

જ્યારે નીના ગુપ્તાને ખબર પડી કે તે વિવિયન રિચર્ડ્સના બાળકની માતા બનવા જઈ રહી છે. તો તેણે તરત જ આ વિશે ક્રિકેટરને જણાવ્યુ હતું ત્યારે વિવિયનએ નીના ગુપ્તાને પ્રેગ્નન્સી ચાલુ રાખવાની સલાહ આપી હતી. નીના ગુપ્તાએ જણાવ્યું કે તેમના પરિવારે આ નિર્ણયમાં તેમનો સાથ આપ્યો ન હતો. પરંતુ પાછળથી તેના પિતા માની ગયા હતા.

નીનાએ કહી દિલની વાત 

અભિનેત્રી નીના ગુપ્તા હંમેશા પોતાનું જીવન બિન્દાસ રીતે જીવે છે. એ જમાનામાં જ્યારે સમાજ લગ્ન વિના માતા બનવા પર ધુતકારતો હતો ત્યારે નીના ગુપ્તાએ એક બાળકને જન્મ આપ્યો અને તેને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર કર્યો હતો. નીના ગુપ્તાનું વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે અફેર હતું. પહેલેથી જ પરિણીત વિવિયને નીના સાથે લગ્ન કર્યા ન હતા. એક ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ જણાવ્યું કે વિવિયનને તેની પ્રેગ્નન્સી વિશે જાણ્યા પછી કેવી પ્રતિક્રિયા આપી હતી.

નીના ગુપ્તાએ ખોલ્યા રહસ્યો

જ્યારે નીના ગુપ્તાને ખબર પડી કે તે વિવિયન રિચર્ડ્સના બાળકની માતા બનવા જઈ રહી છે, તો તેણે તરત જ આ વિશે ક્રિકેટરને જણાવ્યું. વિવિયનએ નીના ગુપ્તાને પ્રેગ્નન્સી ચાલુ રાખવાની સલાહ આપી હતી. નીના ગુપ્તાએ જણાવ્યું કે તેમના પરિવારે આ નિર્ણયમાં તેમનો સાથ આપ્યો ન હતો. પરંતુ પાછળથી તેના પિતા માની ગયા હતા. પ્રેગ્નન્સીની એ ક્ષણોમાં નીના ગુપ્તાના પિતા તેમના સૌથી મોટા સમર્થક તરીકે આગળ આવ્યા હતા.

નીના ગુપ્તાની પ્રેગ્નન્સી પર શું કહ્યું વિવિયન?

એક ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ કહ્યું કે જયારે મને મારી પ્રેગનેન્સીની ખબર પડી ત્યારે હું ખુશ નહોતી. પરંતુ હું એ વાતથી ખુશ હતી કે મે વિવિયનને પ્રેમ કર્યો હતો. મેં વિવિયનને ફોન કરીને પૂછ્યું કે જો તને આ બાળક નથી જોઈતું તો હું આ બાળકને જન્મ નહી આપું. ત્યારે વિવિયને કહ્યું નહી નહી તું આ બાળકને જન્મ આપીશ તો મને ગમશે. જો  કે બધાએ મને બાળકને જન્મ આપવાની ના કહી અને કહ્યું કે તું એકલા હાથે બધું નહી કરી શકે. કારણ કે વિવિયન પહેલેથી જ પરિણીત હતો. હું તેની સાથે લગ્ન કરી શકી નહી. અને તેની સાથે રહેવા માટે એન્ટિગુઆ પણ જઈ શકી નહી. પરંતુ શું થાય તમે યુવાનીમાં આંધળા થઇ જાઓ છો. જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે તમે કોઈનું સાંભળતા નથી. કોઈ બાળક તેમના માતા-પિતાની વાત સાંભળતું નથી, હું પણ એવી જ હતી.

નીના અને વિવિયન કેવી રીતે મળ્યા?

નીના અને વિવિયન જયપુરમાં મળ્યા હતા. ત્યારે નીના તેની ફિલ્મના શુટિંગ પર હતી. જયપુરની રાણીએ ફિલ્મના કલાકારો અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ ડિનરમાં નીના વિવિયનને મળી હતી. તેમની પુત્રી મસાબા એક પ્રખ્યાત ડિઝાઇનર છે. નીનાએ તેની દીકરી મસાબાને ક્યારેય અંધારામાં રાખી નથી. નીના કહે છે- હું અને વિવિયન થોડા સમય માટે સંપર્કમાં હતા અને થોડા સમય માટે નહીં. પણ મેં મસાબાને બધું નિખાલસતાથી કહી દીધું. બાળકને સત્ય કહેવું જરૂરી છે, નહીં તો તે આ સત્ય બીજા કોઈ પાસેથી જાણી લેશે. નીનાએ કહ્યું કે દીકરીને એકલી ઉછેરવી સરળ નથી. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરવું મુશ્કેલ હતું. પરંતુ આ મુશ્કેલ સમયમાં નીના ગુપ્તાને તેના પિતાએ ઘણો સાથ આપ્યો હતો.

નીના ગુપ્તાએ 2008માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા. નીના તેના લગ્ન જીવનમાં ખુશ છે. નીના ગુપ્તાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો નીના બેક ટુ બેક હિટ ફિલ્મો આપી રહી છે. તેની છેલ્લી રિલીઝ ફિલ્મ ઊંચાઈ છે. તેને ખૂબ પસંદ કરવામાં આવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget