(Source: ECI/ABP News/ABP Majha)
મહિલા ફેન્સે Aditya Roy Kapurને જબરજસ્તી કિસ કરવાની કરી કોશિશ, યુઝર્સ ભડક્યાં
Aditya Roy Kapur: 'ધ નાઈટ મેનેજર'ની સ્ક્રીનિંગ દરમિયાન આદિત્ય રોય કપૂર સાથે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક મહિલા પ્રશંસકે અભિનેતા સાથે સેલ્ફી લીધા બાદ તેને જબરજસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Aditya Roy Kapur Forcefully Kissed By Fan: આ દિવસોમાં આદિત્ય રોય કપૂર તેની સીરિઝ 'ધ નાઇટ મેનેજર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ આગામી શોની સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતા સાથે એક ચોંકાવનારી ઘટના બની. હકીકતમાં એક મહિલા પ્રશંસકે અભિનેતાને તેની સાથે ફોટો પડાવવાના બહાને જબરજસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
મહિલા ફેન્સે આદિત્યને જબરજસ્તી કિસ કરવાનો પ્રયાસ કરે છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા ફેન સેલ્ફી લેવા અભિનેતાની નજીક જતી જોવા મળે છે. તસવીર લીધા બાદ ફેન આદિત્યના ગાલ પર જબરજસ્તી કિસ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. જો કે આદિત્ય પરિસ્થિતિને સંભાળતી વખતે ચાહકોથી પોતાને દૂર રાખવાનું મેનેજ કરે છે, ચાહક ફરીથી અભિનેતાને કિસ કરવાનો પ્રયાસ કરે છે અને જતા જતાં તે આદિત્યના હાથ પર કિસ કરી લે છે. બીજી તરફ આદિત્ય સ્માઇલ આપી પોતાની સમસ્યાઓ છુપાવતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ હવે મહિલા ફેન પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
Aditya Roy Kapur with fans at the screening of #TheNightManager tonight. pic.twitter.com/rOWtYkgNuN
— Aditya Roy Kapur FC (@ARKfanatics) February 15, 2023
સોશિયલ મીડિયા પર યુઝર્સ મહિલા ચાહક પર ભડક્યાં
આદિત્ય સાથેની આ ઘટના બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ શું અભદ્રતા છે, પુરુષો સાથે આવી ઘટનાઓ વધી રહી છે, મહિલાઓનો અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે. જ્યારે બીજાએ લખ્યું, ""ઓહ માય ગોડ! આ પ્રકારનું હેરેસમેન્ટ ઠીક નથી! લોકોને શું તકલીફ છે? હું પણ તેને પસંદ કરું છું પણ હું તેને બળપૂર્વક કિસ કરવાનો પ્રયાસ નહીં કરું, આ સંપૂર્ણ હેરેસમેન્ટ છે."!"
'ધ નાઈટ મેનેજર' ક્યારે રિલીઝ થશે?
એવું લાગે છે કે આદિત્ય તેની આગામી સિરીઝ 'ધ નાઇટ મેનેજર'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાંથી પરત ફરી રહ્યો હતો. આ સીરિઝ બ્રિટિશ વેબ શોનું હિન્દી રૂપાંતરણ છે. 'ધ નાઈટ મેનેજર'માં અનિલ કપૂર અને શોભિતા ધુલીપાલા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે.