(Source: ECI/ABP News/ABP Majha)
Priyanka Chopra Birthday: નિક જોનાસે ખાસ અંદાજમાં પ્રિયંકા ચોપરાને જન્મદિવસની પાઠવી શુભકામના, શેર કરી રોમેન્ટિક તસવીર
Nick Jonas Post: પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર નિક જોનાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેણે પ્રિયંકા સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે.
Nick Jonas Post: બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ મંગળવારે તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો. સેલેબ્સે પ્રિયંકાને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. પ્રિયંકાના જન્મદિવસ પર જે પોસ્ટની ચાહકો સૌથી વધુ રાહ જુએ છે તે છે નિક જોનાસ. નિકે પ્રિયંકાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા એક ખાસ પોસ્ટ શેર કરી છે. જેમાં બંને એકબીજાને ભેટી રહ્યા છે. નિકની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.
I love celebrating you. Happy birthday my love. ❤️🎉 @priyankachopra pic.twitter.com/6IZouzOWYR
— Nick Jonas (@nickjonas) July 18, 2023
નિક દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં બંને એક યાટ પર બેઠા છે અને તે પ્રિયંકાને ભેટીને બેસ્યો છે. ફોટો શેર કરતા નિકે લખ્યું- 'મને તને સેલિબ્રેટ કરવાનું પસંદ છે. હેપ્પી બર્થડે માય લવ. નિકે પ્રિયંકા માટે પોસ્ટ શેર કરતાની સાથે જ ફેન્સ તેના પર પ્રેમ વરસાવવા લાગ્યા. ચાહકો બંને માટે પ્રેમભર્યા સંદેશા લખી રહ્યા હતા. તે જ સમયે, ઘણા લોકોએ પ્રિયંકાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.
View this post on Instagram
પ્રિયંકાના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
પ્રિયંકાના જન્મદિવસની ઉજવણીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં પ્રિયંકા કેક કાપતી જોવા મળી રહી છે, વીડિયોમાં તેણે બ્લેક જમ્પસૂટ પહેર્યું છે. કેક કાપ્યા બાદ પ્રિયંકા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા છેલ્લે સિટાડેલમાં જોવા મળી હતી. તે જલ્દી જ જોન સીના સાથે જોવા મળશે. બોલિવૂડની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લે ધ સ્કાય ઈઝ પિંકમાં જોવા મળી હતી. થોડા સમય પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે પ્રિયંકા આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જી લે ઝારામાં જોવા મળશે. જો કે હવે જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો પ્રિયંકાએ હવે આ ફિલ્મનો ઇનકાર કરી દીધો છે. આ ફિલ્મને ફરહાન અખ્તર ડિરેક્ટ કરી રહ્યો છે..