શોધખોળ કરો
Advertisement
Nora Fatehi એ એવોર્ડ શોમાં Ankita Lokhande અને Ananya Pandey ને શીખવ્યો ડાન્સ
એક્ટ્રેસ નોરા ફતેહી ફેન્સ વચ્ચે પોતાના ડાન્સ વીડિયો અને તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ નોરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
એક્ટ્રેસ નોરા ફતેહી ફેન્સ વચ્ચે પોતાના ડાન્સ વીડિયો અને તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ નોરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નોરા આ વીડિયોમાં એક એવોર્ડ શોમાં પહોંચી છે અને વીડિયોના માધ્યમથી તે પોતાની મહેનત દેખાડતી જોવા મળી રહી છે. જેમાં નોરા ક્યારેક મેકઅપ કરતી જોવા મળે છે તો ક્યારેક ડાન્સની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે.
">
જ્યારે નોરા ફતેહી એવોર્ડ શોના સ્ટેજ પર પહોંચે છે તો રાજકુમારના સવાલ પર કહે છે કે, એવું નથી રાજ સૌથી પહેલા તમારે એ તમામ એક્ટ્રેસને સ્ટેજ પર બોલાવવી પડશે જે નોમિનેશનમાં સામેલ છે. એ તમામને પહેલા મારા સ્ટેપ કરીને દેખાડવા પડશે. જેમાં અનન્યા પાંડે, અંકિતા લોખંડે અને અન્ય એક્ટ્રેસ સામેલ હતી. બાદમાં નોરા સ્ટેજ પર તમામ એક્ટ્રેસને પોતાના ગીત હાય ગર્મી પર પોતાના ડાન્સ સ્ટેપ શીખડાવતી જોવા મળે છે.
નોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોરા પોતાના આગામી પ્રોજેક્ટને લઈ ખૂબ જ વ્યસ્ત છે. નોરા છેલ્લે બોલીવૂડ ફિલ્મ એબીસીડી3માં જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement