‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં કોર્ટ દ્વારા અપાયેલા જામીનના શરતોનું પાલન, ચાર્જશીટ ફાઇલ થાય ત્યાં સુધી દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપશે.
Allu Arjun Pushpa 2: સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. જામીનની શરતો અનુસાર, અલ્લુ અર્જુનને ચાર્જશીટ ફાઇલ થાય ત્યાં સુધી દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશનું પાલન કરતા અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
કોર્ટના આદેશો:
કોર્ટના નિર્દેશો મુજબ, અલ્લુ અર્જુને દર રવિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યાની વચ્ચે બે મહિનાના સમયગાળા માટે અથવા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. આ ઉપરાંત, કોર્ટે અલ્લુ અર્જુનને કોર્ટને જાણ કર્યા વિના પોતાનું રહેઠાણનું સરનામું ન બદલવાનો અને પરવાનગી વિના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જ્યાં સુધી આ કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ શરતો અમલમાં રહેશે.
જામીન અને કેસની પૂર્વભૂમિકા:
સંધ્યા થિયેટર ઘટના કેસમાં કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કર્યા પછી, અલ્લુ અર્જુને શનિવારે (૪ જાન્યુઆરી, ૨૦૨૪) નામ્પલ્લીમાં મેટ્રોપોલિટન ક્રિમિનલ કોર્ટમાં જામીનની રકમ જમા કરાવી હતી. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની નિયમિત જામીન અરજી પર નામપલ્લી કોર્ટ દ્વારા ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સુનાવણી કરવામાં આવી હતી, જેનો નિર્ણય ૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ આપવામાં આવ્યો અને તેમને જામીન મળ્યા.
#WATCH | Telangana: Actor Allu Arjun leaves from Chikkadpally police station in Hyderabad.
— ANI (@ANI) January 5, 2025
Allu Arjun submitted the sureties at Metropolitan Criminal Court at Nampally yesterday after he was granted regular bail by the Court in the Sandhya Theatre incident case
(Earlier… pic.twitter.com/WQp2r1CIom
ઉલ્લેખનીય છે કે ૪ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ, ફિલ્મ પુષ્પા ૨ ના પ્રીમિયર દરમિયાન, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અલ્લુ અર્જુનની ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. નીચલી અદાલતે તેમને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી આપી હતી, પરંતુ થોડા કલાકો પછી તેમને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આમ, હાલમાં અલ્લુ અર્જુન જામીન પર છે અને કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે.
આ પણ વાંચો....
ભારતનું નામ લઈને તાલિબાને પાકિસ્તાનને આપી ધમકી, કહ્યું - જો ઘૂસણખોરી કરી તો....