આવી ગઇ તારીખ ? હવે આ દિવસથી OTT પર જોઇ શકાશે Pushpa 2 મૂવી, જાણો ડિટેલ્સ...
Pushpa 2 OTT Release Date: ચાહકો ફિલ્મ OTT પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે
Pushpa 2 OTT Release Date: અલ્લૂ અર્જૂનની 'પુષ્પા 2'ની ધમાલ હજુ પણ ચાલુ છે. પુષ્પા 2 એ બૉક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ હતી અને તેણે જબરદસ્ત ઓપનિંગ કરી હતી. સિનેમાઘરોમાં ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મની OTT રિલીઝને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે.
ક્યાં જોઇ શકશો પુષ્પા 2 ?
ચાહકો ફિલ્મ OTT પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ નેટફ્લિક્સે આ ફિલ્મના રાઈટ્સ 275 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ફિલ્મને OTT પર સ્ટ્રીમ કરવાની માંગ ઘણી પ્રબળ છે. જોકે, તેના માટે ચાહકોએ થોડી રાહ જોવી પડશે.
નેટફ્લિક્સ પર ક્યારે જોઇ શકશો પુષ્પા 2 ?
પુષ્પા 2 ફિલ્મની OTT રિલીઝને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો તમે સામાન્ય રિલીઝ પેટર્નને અનુસરો છો, તો આ ફિલ્મ થિયેટર રિલીઝના 6-8 અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે.
અહેવાલો અનુસાર, એવા અહેવાલો છે કે ચાહકોએ ફિલ્મને ઓનલાઈન જોવા માટે ફેબ્રુઆરી 2025 સુધી રાહ જોવી પડશે. GQ ના અહેવાલ મુજબ, ચાહકો 15 થી 30 જાન્યુઆરી વચ્ચે ઘરે બેસીને પુષ્પા 2 નો આનંદ માણી શકે છે.
View this post on Instagram
હવે જોવાનું એ છે કે અલ્લૂ અર્જૂન આ એક્શન પેક્ડ ફિલ્મની ઓનલાઇન ટ્રીટ ફેન્સને ક્યારે મળે છે.
પુષ્પા 2 ફિલ્મ ઘણી ભાષાઓમાં OTT પર રિલીઝ થશે. તમે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં ફિલ્મ જોઈ શકશો. આ ફિલ્મમાં અલ્લૂ અર્જૂન પુષ્પા રાજના રૉલમાં છે. જ્યારે રશ્મિકા મંદાના મહિલા લીડ શ્રીવલ્લીના રૉલમાં છે. એક્ટર ફહદ ફાસીલે પણ ફિલ્મમાં પોતાના અભિનયથી સ્પૉટલાઈટ ચોરી લીધી હતી. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે.
પુષ્પા 2ના બૉક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 164 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. ફિલ્મે 14 દિવસમાં 962.04 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
આ પણ વાંચો
માં બની 'ગોપી વહૂ', દેવોલીના ભટ્ટાચાર્જીએ આપ્યો દીકરાને જન્મ