શોધખોળ કરો

Richa Chadha Controversy: હવે આ દિગ્ગજ ગુજરાતી અભિનેતાએ રિચા ચઢ્ઢાને શાનમાં સમાજાવી દીધી

પરેશ રાવલ પહેલા રિચા મુદ્દે અક્ષય કુમાર, કેકે મેનન અને અનુપમ ખેર જેવા સુપરસ્ટાર્સે ભારતીય સેનાના મહત્વ અને દેશની સુરક્ષામાં તેના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કરી ચુક્યા છે.

Paresh Rawal On Richa Chadha: બોલિવૂડની જાણીતી અભિનેત્રી રિચા ચઢ્ઢા દ્વારા ભારત-ચીન સરહદે આવેલા ગલવાન મામલે પર કરાયેલા વિવાદાસ્પદ ટ્વીટ બાદ વાતાવરણ બરાબરનું ગરમાયું છે આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચારેકોર રિચા ચઢ્ઢાની આકરી ટીકા થઈ રહી છે. બોલિવુડના અનેક સ્ટાર અભિનેત્રીના નિવેદનની આકરી નિંદા કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. રિચા ચઢ્ઢાના ગલવાન મામલે વિવાદાસ્પદ ટ્વિટ વચ્ચે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલનું એક ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં પરેશ ભારતીય સેનાને લઈને વાત કરી રહ્યા છે.

પરેશ રાવલે ઈશારામાં જ ભણાવ્યો પાઠ 

સોશિયલ મીડિયા પર રિચા ચઢ્ઢા પર ભારતીય સેનાના શહીદોની શહાદતનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ મામલે પરેશ રાવલે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ઈન્ડિયન આર્મીને લઈને એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં પરેશ રાવલે લખ્યું છે કે- 'ભારતીય સશસ્ત્ર દળો, તમે છો તો અમે છીએ'. પરેશ રાવલ આ ટ્વિટ મારફતે ભારતીય સેનાના વખાણ કરી રહ્યા છે. માનવામાં આવે છે કે, ઈશારામાં જ પરેશ રાવલે રિચા ચઢ્ઢાનું નામ લીધા વિના તેને દેશભક્તિનો પાઠ ભણાવ્યો છે.

પરેશ રાવલ પહેલા રિચા મુદ્દે અક્ષય કુમાર, કેકે મેનન અને અનુપમ ખેર જેવા સુપરસ્ટાર્સે ભારતીય સેનાના મહત્વ અને દેશની સુરક્ષામાં તેના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કરી ચુક્યા છે. આ કંઈ પહેલીવાર નથી કે પરેશ રાવલે ભારતીય સેનાને લઈને બોલ્યા હોય, આ અગાઉ પણ પરેશ રાવલ અનેક પ્રસંગે ભારતીય સેના માટે સમ્માન જાહેર કરી ચૂક્યા છે.

આ છે પરેશ રાવલની આગામી ફિલ્મ

પરેશ રાવલના વર્કફ્રન્ટ પર નજર કરીએ તો હાલમાં જ તેની આગામી ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પરેશ રાવલ કાર્તિક આર્યનની શહેજાદામાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ત્યારા બાદ પરેશ રાવલ તેની સુપરહિટ ફિલ્મ ફ્રેન્ચાઇઝી હેરા ફેરી એટલે કે 'હેરા ફેરી 3'માં જોવા મળશે.

શું હતુ રિચાનું ટ્વિટ
 
રિચા ચઢ્ઢાએ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પર એક યૂઝરની ટ્વીટ શેર કરી છે  જેમાં તેણે ત્રણ શબ્દો લખ્યા હતા, ''Galwan says hi'(ગલવાન કહે છે હાય)". ચઢ્ઢાના ટ્વિટને સેનાના અપમાન તરીકે જોવામાં આવ્યું હતું. ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાની આકરી પ્રતિક્રિયા આવી છે.સિરસાએ રિચા ચઢ્ઢા સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી, તેને  થર્ડ ગ્રેડેડ કલાકાર, કોંગ્રેસ સમર્થક અને રાહુલ ગાંધીની ઉપાસક ગણાવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Embed widget