Parineeti Marriage : પરિણીતી રાઘવ ચડ્ડા સાથે આ સ્થળે લેશે સાત ફેરા, કોણ કોણ રહેશે હાજર?
ગાઈ સમારોહમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પરિવારના સભ્યો, કેટલાક નજીકના મિત્રો અને કેટલાક ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. જો કે હવે આ કપલે તેમના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Parineeti Chopra-Raghav Chadha Wedding: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ 13 મે 2023ના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં ભવ્ય રીતે સગાઈ કરી હતી. સગાઈ સમારોહમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પરિવારના સભ્યો, કેટલાક નજીકના મિત્રો અને કેટલાક ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. જો કે હવે આ કપલે તેમના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
એવા અહેવાલ છે કે બંને રાજસ્થાનના ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યાં છે અને હવે બંનેએ તેમના લગ્નનું સ્થળ નક્કી કરી લીધું છે.
ઉદયપુરના લક્ઝરી રિસોર્ટમાં થશે લગ્ન
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નને લઈને ઘણી વાતો સામે આવી રહી હતી. જ્યારે બંને ભૂતકાળમાં રાજસ્થાનમાં જોવા મળ્યા હતા. હવે એવાઅહેવાલ સામે આવ્યા છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ માટે તેમણે ઉદયપુરમાં એક લક્ઝરી રિસોર્ટ પસંદ કર્યો છે અને તેને આખરી ઓપ આપવા માટે વાતચીત ચાલી રહી છે.
ઉદયપુરના ઓબેરોય ઉદયવિલાસમાં થઈ શકે છે લગ્ન
મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો પરિણીતી અને રાઘવે ઉદયપુરના ઓબેરોય ઉદયવિલાસ રિસોર્ટમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ ફાઇવ સ્ટાર પ્રોપર્ટી અદાયપુરમાં પિચોલા તળાવના કિનારે આવેલી છે. સૂત્રોનું માનીએ તો પરિણીતી અને રાઘવ હજુ પણ તેમની જરૂરિયાતો અનુસાર હોટલ સાથે ડીલ ફાઈનલ કરવામાં વ્યસ્ત છે.
એકદમ ખાનગી હશે આ લગ્ન
પરિણીતી ચોપરાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કપલ તેના લગ્નને તેની સગાઈની જેમ ખાનગી રાખવા માંગે છે. લગ્ન એકદમ શાહી શૈલીમાં થશે પરંતુ તેમાં ફક્ત પરિવારના સભ્યો, સંબંધીઓ અને નજીકના મિત્રો જ હાજરી આપશે. જોકે, એવા અહેવાલ છે કે લગ્નના ફંક્શનમાં કેટલાક VIP અને રાજકારણીઓ હાજરી આપી શકે છે.
નવેમ્બર 2023માં યોજાઈ શકે છે લગ્ન
બોલિવૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. જાહેર છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા નવેમ્બર 2023માં લગ્ન કરી શકે છે. જો કે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ લગ્ન સમારોહને ખાનગી રાખવા અંગે માહિતી આપવામાં આવી છે.