Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
હવે તેઓ વિક્કી કૌશલની આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપવા જઈ રહ્યા છે.

PM Modi To Watch Chhaava: વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝ થયાના 40 દિવસ પછી પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અગાઉ 'છાવા'ની પ્રશંસા કરી હતી અને હવે તેઓ વિક્કી કૌશલની આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપવા જઈ રહ્યા છે.
સંસદ 'છાવા'નું ખાસ સ્ક્રીનિંગ યોજવા જઈ રહી છે. પીએમ મોદી 27 માર્ચે સંસદના પુસ્તકાલય ભવનમાં બાલયોગી ઓડિટોરિયમમાં વિક્કી કૌશલની ફિલ્મ જોશે. આ સ્ક્રીનિંગમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપના ઘણા મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહેશે.
'છાવા'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપશે વિક્કી કૌશલ
સંભાજીની ભૂમિકા ભજવીને પ્રશંસા મેળવી રહેલા વિક્કી કૌશલ, દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર અને નિર્માતા દિનેશ વિઝન પણ સંસદ દ્વારા આયોજિત 'છાવા'ની ખાસ સ્ક્રીનિંગમાં હાજર રહેશે. પીએમ મોદીએ 21 ફેબ્રુઆરીએ દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનને સંબોધિત કરતી વખતે 'છાવા'ની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે- 'મહારાષ્ટ્ર અને મુંબઈએ મરાઠી ફિલ્મોની સાથે હિન્દી સિનેમાને પણ આ ઊંચાઈ આપી છે અને આજકાલ છાવાની ખૂબ ધૂમ મચી છે.
'છાવા'નું રેકોર્ડબ્રેક કલેક્શન
'છાવા' 14 ફેબ્રુઆરીના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. વિક્કી કૌશલની ફિલ્મ રિલીઝ થયાને 40 દિવસ થઈ ગયા છે અને આ સમય દરમિયાન ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 39મા દિવસના કલેક્શન સાથે ફિલ્મ હવે 600 કરોડ રૂપિયાના ક્લબમાં જોડાવાથી થોડે દૂર છે. 'છાવા'એ અત્યાર સુધીમાં ભારતમાં 597.66 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 40મા દિવસના કલેક્શન સાથે 'છાવા' 'સ્ત્રી 2'નો રેકોર્ડ પણ તોડી નાખશે જેણે ભારતમાં 597.99 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
