શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના કયા સ્ટાર વિલને કંગનાને ખખડાવી, કહ્યું- 'મણિકર્ણિકા' કરી એટલે ખુદને રાની લક્ષ્મીબાઇ ના સમજે
પ્રકાશ રાજે કંગનાને ખખડાવતા કટાક્ષ કર્યો કે ફિલ્મ મણિકર્ણિાકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી કરવાથી તે ખુદને રાની લક્ષ્મીબાઇ ના સમજે. તેને તે તમામ એક્ટરનો ઉલ્લેખ કર્યો, જેમને વિશ્વાસની સાથે મહાન ઐતિહાસિક વ્યક્તિત્વની ભૂમિકા નિભાવી છે
મુંબઇઃ બૉલીવુડ અને કૉલીવુડના બેસ્ટ એક્ટર અને સ્ટાર વિલન પ્રકાશ રાજે કંગના રનૌતને આડેહાથે લીધી છે. પ્રકાશ રાજે કંગનાને ખખડાવતા કટાક્ષ કર્યો કે ફિલ્મ મણિકર્ણિાકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી કરવાથી તે ખુદને રાની લક્ષ્મીબાઇ ના સમજે. તેને તે તમામ એક્ટરનો ઉલ્લેખ કર્યો, જેમને વિશ્વાસની સાથે મહાન ઐતિહાસિક વ્યક્તિત્વની ભૂમિકા નિભાવી છે.
પ્રકાશ રાજે એક કલાકારોને કોલાજ શેર કર્યો છે, જ્યાં શાહરૂખ ખાન, આમિર ખાન, દીપિકા પાદુકોણ, ઋત્વિક રોશન, અજય દેવગન અને વિવેક ઓબેરૉયે સમ્રાટ અશોક, સ્વતંત્રતા સેનાની મંગલ પાંડે, ચિત્તૌડની રાની પદ્માવતી, સમ્રાટ અકબર, સ્વતંત્રતા સેનાની ભગત સિંહ અને પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી છે. આને લઇને પ્રકાસ રાજે કટાક્ષ કર્યો છે. આમાં કંગનાએ રાની લક્ષ્મીબાઇ વાળી ભૂમિકાની તસવીર પણ સામેલ કરવામાં આવી છે.
આ કૉલાજમાં લખ્યું કંગના રનૌતની બાજુમાં લખ્યુ છે- જો એક ફિલ્મથી કંગના વિચારતી હોય કે તે રાની લક્ષ્મીબાઇ છે, તો દીપિકા પદ્માવતી છે, ઋત્વિક અકબર છે, શાહરૂખ અશોક છે, અજય ભગત સિંહ છે, આમિર મંગલ પાંડે છે, અને વિવેક ઓબેરૉય મોદીજી છે. પ્રકાશ રાજની આ ફિલ્મ પૉસ્ટર પર કંગનાના ફેન પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement