Priyanka : તો આજે પ્રિયંકા ચોપરા અભિનેત્રી ના બની હોય પણ...
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ કહ્યું હતું કે, તેમની પુત્રીએ મિસ વર્લ્ડમાં ભાગ લેવા માટે એક વર્ષનો સમય લીધો હતો પરંતુ તે પછી ફિલ્મોમાં આવવું તેના લિસ્ટમાં નહોતું.
Priyanka Chopra Miss World : દેશી ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે બોલિવૂડ બાદ હોલીવુડમાં ધમાલ મચાવી રહી છે. તેની બેક ટુ બેક હોલિવૂડ ફિલ્મો રિલીઝ થઈ છે જેમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે પ્રિયંકાનો અભિનેત્રી બનવાનો કોઈ પ્લાન નહોતો. હા, મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ તેણે ઈન્ટરનેશનલ આઈકન બનવા માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ અભિનેત્રી બનવું તેનો પ્લાન નહોતો. આ વાતનો ખુલાસો ખુદ પ્રિયંકાની માતાએ કર્યો છે.
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ કહ્યું હતું કે, તેમની પુત્રીએ મિસ વર્લ્ડમાં ભાગ લેવા માટે એક વર્ષનો સમય લીધો હતો પરંતુ તે પછી ફિલ્મોમાં આવવું તેના લિસ્ટમાં નહોતું. તે આગળ ભણવા માંગતી હતી પરંતુ તે તેના માતા-પિતાના કહેવાથી ફિલ્મોમાં આવી.
પ્રિયંકા કરવા માંગતી હતી આ કામ
ધ હેબિટ કોચ સાથે વાત કરતા મધુ ચોપરાએ કહ્યું હતું કે - જ્યારે તે મુંબઈ આવી ત્યારે સ્વાભાવિક છે કે, ફિલ્મના લોકો ઓફર લેવા લાગ્યા પરંતુ તે સંપૂર્ણપણે ફિલ્મોની વિરુદ્ધ હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે- ના, હું આ બધું કરવા નથી માંગતી. મારે ભણવું છે. મધુ ચોપરાએ વધુમાં કહ્યું કે, અમે તેને કહ્યું કે આવી તકો રોજ નથી આવતી. જો તે એક વર્ષનો ગેપ લઈ જ લીધો છે તો હજુ બે મહિના આપ. એક ફિલ્મ કર. જો તને તે ગમે તો તુ પાછી અભ્યાસ કરવા લાગજે. અમે તને અભ્યાસ કરતી નહીં અટકાવીયે.
આ હતો પહેલો કોન્ટ્રાક્ટ
મધુ ચોપડાએ જણાવ્યું હતું કે, પ્રિયંકાનો પહેલો કોન્ટ્રાક્ટ શાનદાર હતો. તેણે મને કહ્યું હતું કે- હું આ એટલા માટે કરી રહી છું કારણ કે, તમે મને આ કરવા માટે કહી રહ્યા છો. મધુ ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પ્રિયંકાએ કેમેરાનો સામનો કર્યો ત્યારે તેને તે ગમ્યું અને તેને તેને પોતાનું પેશન બનાવી લીધું.
જાહેર છે કે, પ્રિયંકા લગ્ન કરીને અમેરિકા ઠરીઠામ થઈ છે. તે હવે હોલિવૂડમાં એક પછી એક પ્રોજેક્ટ સાઈન કરવા લાગી છે. પ્રિયંકા આજે એક વૈશ્વિક સેલિબ્રિટી બની ગઈ છે.