Bollywood: છુટાછેડાની અફવા વચ્ચે જાહેરમાં જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા, પત્નીની સંભાળ લેતો જોવા મળ્યો અભિનેતા
Aaradhya Bachchan School Function: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન દીકરી આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચન પણ સાથે આવતા જોવા મળ્યા હતા.

Aaradhya Bachchan School Function: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. એવા પણ અહેવાલ હતા કે બંને છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. જો કે હવે આ કપલે આ તમામ સમાચારો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. બંને એક ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચન પણ સાથે જોવા મળ્યા હતા.
View this post on Instagram
અભિષેક તેની પત્નીનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન દીકરી આરાધ્યાની સ્કૂલ (ધીરુભાઈ અંબાણી સ્કૂલ એન્યુઅલ ફંક્શન)માં જોવા મળ્યા હતા. આ દરમિયાનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં બંને એકબીજાનું ધ્યાન રાખતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા અને અભિષેક ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તે ત્યાં હાજર લોકો સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
આ દરમિયાન ઐશ્વર્યા બ્લેક સૂટમાં જોવા મળી હતી. તેણીએ સૂટ સાથે ફૂલ પ્રિન્ટેડ દુપટ્ટો કેરી કર્યો હતો. તેણે પોતાના લુકને લાઉડ લાલ લિપસ્ટિક વડે કમ્પ્લિટ કર્યો હતો. અભિષેક બચ્ચન બ્લેક હૂડીમાં જોવા મળ્યો હતો. અમિતાભ બચ્ચન ગ્રે કલરનું જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા.
બચ્ચન પરિવારને એકસાથે ખુશ જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. બંનેને એક પુત્રી આરાધ્યા છે. આરાધ્યા ઘણીવાર ઐશ્વર્યા સાથે જોવા મળે છે. ઘણા સમયથી ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં સમસ્યા હોવાની ખબરો આવી રહી હતી. ઐશ્વર્યાએ હજુ સુધી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે અભિષેકે એક વખત તેના લગ્નની વીંટી બતાવી અને કહ્યું કે તે હજુ પરિણીત છે.
આ પણ વાંચો...