શોધખોળ કરો
રિલીઝના એક મહિના પહેલા જ બદલાયુ આ ફિલ્મનુ નામ, એક્ટ્રેસે શેર કરી તસવીર
ફિલ્મના ટાઇટલ બદલવાની જાણકારી ખુદ અભિનેત્રી નુસરત ભરુચાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર રાજકુમાર રાવની આગામી ફિલ્મમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, તેની અપકમિંગ ફિલ્મનું ટાઇટલ બદલી નાંખવામાં આવ્યુ છે. 'તુર્રમ ખાન' ફિલ્મને હવે 'છલાંગ' ટાઇટલ આપવામાં આવ્યુ છે.
ફિલ્મના ટાઇટલ બદલવાની જાણકારી ખુદ અભિનેત્રી નુસરત ભરુચાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. તેને એક તસવીર શેર કરી છે, ફિલ્મમાં નુસરત ભરુચા અને એક્ટર રાજકુમાર રાવ લીડ રૉલમાં છે.
નુસરતે તસવીરમાં કેપ્શનમાં લખ્યુ છે- "વહી ટીમ, વહી ફિલ્મ, વહી રિલીઝ ડેટ..... સિર્ફ એક નયા નામ- છલાંગ! 31 જાન્યુઆરી, 2020એ થિએટરમાં મળીએ."
ઉલ્લેખનીય છે કે ફિલ્મના નવા ટાઇટલને કેટલાક ફેન્સને પસંદ કર્યુ છે, તો વળી કેટલાક જુના ટાઇટલને પસંદ કરી રહ્યાં છે. હંસલ મહેતા દ્વારા નિર્દેશિત અને અજય દેવગન, લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત 'છલાંગ' આગામી મહિને 31 જાન્યુઆરી, 2020ના દિવસે રિલીઝ થવાની છે.
Special people, a special film and a special day. Here's wishing our very own @RajkummarRao a very Happy Birthday and a special surprise. Our next film together @TurramKhan will release on January 31, 2020. @NushratBharucha pic.twitter.com/v9RK1YFiw0
— Hansal Mehta (@mehtahansal) August 31, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement