રણબીર-આલિયાની 'Brahmastra'ની કમાણી સામે ઢેર થઈ અલ્લુ અર્જુનની 'Pushpa', જાણો Box Office રેકોર્ડ
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે.
Ranbir Kapoor Alia Bhatt Brahmastra Records: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ઓપનિંગ વીકેન્ડ ધમાકેદાર રહ્યું છે. બોલિવૂડના બહિષ્કારના ટ્રેન્ડ વચ્ચે આ ફિલ્મે દુનિયાભરમાં 200 કરોડનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. એટલું જ નહીં, ફિલ્મ બ્રહ્માસ્ત્રે કમાણીના મામલામાં સાઉથની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.
બહિષ્કારના ટ્રેન્ડ વચ્ચે રણબીર કપૂરની આ ફિલ્મ કમાણીના મામલે ઘણા જૂના રેકોર્ડ તોડી રહી છે. જ્યાં એક તરફ રણબીરની ફિલ્મ સંજુનો રેકોર્ડ તુટી ગયો છે તો બીજી તરફ હવે રણબીરની ફિલ્મ સાઉથની ફિલ્મો પર પણ ભારે પડતી જોવા મળી રહી છે. બ્રહ્માસ્ત્રે ઓપનિંગ વીકએન્ડ કલેક્શનના મામલે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'ને પણ પાછળ છોડી દીધી છે.
અલ્લુ અર્જુનની 'પુષ્પા' પણ પાછળ રહી ગઈ
અયાનની ફિલ્મ બ્રહ્માસ્ત્રે રવિવારે ત્રીજા દિવસે 46 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ ફિલ્મનું પ્રથમ વીકેન્ડનું કુલ કલેક્શન 125 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. બીજી તરફ અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા ધ રાઇઝની વાત કરીએ તો આ ફિલ્મનું પ્રથમ વીકેન્ડ કલેક્શન લગભગ 110 કરોડનું હતું.
આ પછી, ફક્ત કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 એકમાત્ર એવી ફિલ્મ હતી જેણે પ્રથમ સપ્તાહના અંતે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રે અલ્લુ અર્જુનની 'પુષ્પા'ને પાછળ છોડીને શાનદાર કમાણી કરી છે. હવે જોવાનું એ રહે છે કે સોમવારે વર્કિંગ ડે પર ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર કેટલો જાદુ ચલાવી શકે છે.
‘બ્રહ્માસ્ત્ર’ કયા OTT પ્લેટફોર્મ પર આવશે?
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બ્રહ્માસ્ત્ર ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી થઈ નથી. એવું માનવામાં આવે છે કે ડિઝની પહેલા દિવસથી જ બ્રહ્માસ્ત્રની મૂવી કેમ્પેઈન પાર્ટનર હોવાથી OTTના રાઈટ્સ પણ તેને વેચી દેવામાં આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, એમેઝોનને પણ તેના અધિકારો મળી શકે છે. કારણ કે ધર્મા ફિલ્મ્સની એમેઝોન સાથે ડીલ છે, જેના હેઠળ તેમની દરેક ફિલ્મ એમેઝોન પર જ રીલીઝ થાય છે. અત્યારે એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ હશે કે વાસ્તવમાં ફિલ્મના રાઇટ્સ કોને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના રાઇટ્સ મોટી રકમમાં વેચવામાં આવ્યા છે. આ ફિલ્મ લગભગ 410 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે.