(Source: ECI/ABP News/ABP Majha)
સાડી પહેરીને પોતાના આસિસ્ટન્ટના લગ્નમાં પહોંચી Rashmika Mandanna, ન્યૂલી વેડ કપલ એક્ટ્રેસના પગે લાગ્યા, જુઓ વીડિયો...
રશ્મિકા મંદાના તેના આસિસ્ટન્ટના લગ્નમાં એકદમ સિમ્પલ સાડી લૂકમાં પહોંચી હતી. આ ઇવેન્ટ માટે તેને નારંગી રંગની કૉટન સાડી પહેરી હતી
Rashmika Mandanna Attended Assistant Wedding: સાઉથ સુપરસ્ટાર એક્ટ્રેસ અને નેશનલ ક્રશ બની ચૂકેલી રશ્મિકા મંદાનાનો એક વીડિયો અત્યારે વાયરલ થઇ રહ્યો છે, જેમાં ખુબ કૉમેન્ટ્સ આવી રહી છે, ખરેખરમાં, રશ્મિકા મંદાના તેના આસિસ્ટન્ટના લગ્નમાં હાજરી આપવા હૈદરાબાદ પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી એકદમ સિમ્પલ સાડી લૂકમાં જોવા મળી હતી. તેમના લગ્નની કેટલીક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં રશ્મિકા મંદાના નવા પરિણીત કપલ સાથે પૉઝ આપતી જોવા મળી રહી છે. એક વીડિયોમાં રશ્મિકા મંદાનાના આસિસ્ટન્ટ અને તેની પત્ની એક્ટ્રેસના પગ સ્પર્શ કરતા જોઈ શકાય છે.
રશ્મિકા મંદાના તેના આસિસ્ટન્ટના લગ્નમાં એકદમ સિમ્પલ સાડી લૂકમાં પહોંચી હતી. આ ઇવેન્ટ માટે તેને નારંગી રંગની કૉટન સાડી પહેરી હતી અને તેને સ્લીવલેસ બ્લાઉઝ સાથે જોડી હતી. રશ્મિકા ખુલ્લા વાળ, કપાળ પર મોટી લાલ બિંદી અને ગળામાં નાનું પેન્ડન્ટ સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના આ લૂકએ તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું.
કપલ એક્ટ્રેસના પગે પણ લાગ્યુ -
સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે જેમાં રશ્મિકા મંદાના તેના સહાયક અને તેની પત્ની સાથે પૉઝ આપતી જોવા મળી રહી છે. તે જ સમયે, એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં નવવિવાહિત કપલ અભિનેત્રીના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેતા જોવા મળે છે. રશ્મિકા મંદાના તેને શુભકામના આપતી જોવા મળી રહી છે. સોશ્યલ પર વાયરલ થયેલા આ વીડિયોને ફેન્સ લાઈક અને રિએક્શન આપી રહ્યા છે.
You beauty is a reflection of your heart so sweet. Your inner light shines bright and true, a virtue that makes you stand out in this world @iamRashmika #RashmikaMandanna pic.twitter.com/cEsjObjO1X
— Rashmikamandannafan (@Geethamadam) September 4, 2023
એનીમલ અને પુષ્પા 2 ધ રૂલમાં દેખાશે એક્ટ્રેસ -
રશ્મિકા મંદાના છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હિન્દી ફિલ્મ મિશન મજનૂમાં જોવા મળી હતી. વળી, અભિનેત્રી પાસે પાઇપલાઇનમાં ઘણી ફિલ્મો છે. તે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ એનિમલમાં જોવા મળશે, જેમાં તે રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત તેની પાસે પુષ્પા 2: ધ રૂલ પણ છે, જેમાં તે શ્રીવલ્લીનું પાત્ર ભજવીને ફરી એકવાર દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે.
Rashmika ma'am attended her assistant Sai Babu's wedding in Hyderabad @iamRashmika #RashmikaMandanna pic.twitter.com/uCPC9B16oz
— Rashmikamandannafan (@Geethamadam) September 3, 2023
-