શબ્દોથી નહીં પરુંતુ કામથી જવાબ આપો: બેન્ડિટ ક્વીન એકટ્રેસ સીમા બિસ્વાસ
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી સીમા બિસ્વાસે કહ્યું કે આલોચનાનો જવાબ આપવાને બદલે તમારા કામને પોતાને માટે બોલવા દો તે જરૂરી છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી સીમા બિસ્વાસે કહ્યું કે આલોચનાનો જવાબ આપવાને બદલે તમારા કામને પોતાને માટે બોલવા દો તે જરૂરી છે. તેઓ 10મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF)માં માસ્ટરક્લાસમાં બોલી રહ્યા હતા. આ માસ્ટરક્લાસમાં, તેમણે પોતાના અનુભવો અને ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી બનાવી તે અંગે વાત કરી હતી. આ સત્રનું સંચાલન પ્રોફસર શિવ શિવ કદમે કર્યું હતું.
ડાન્સર બનવાની ઈચ્છા ધરાવતી હતી
પોતાની સફરને યાદ કરતા, અભિનેત્રી સીમા બિસ્વાસે કહ્યું , "હું મૂળરૂપે એક સુંદર ડાન્સર બનવાની ઈચ્છા ધરાવતી હતી, પરંતુ અભિનય સાથેનો મારો પ્રથમ અનુભવ મને અહેસાસ કરાવી ગયો કે આ જ મારી સાચી ઓળખ છે. મારી સફર એક નાનકડા ગામથી શરૂ થઈ અને મને ઓસ્કાર સુધી લઈ ગઈ."
બેન્ડિટ ક્વીનમાં તેણીની આઇકોનિક ભૂમિકા વિશે બોલતા, તેમણે શેર કર્યું, "સ્ક્રીપ્ટ વાંચ્યા પછી, હું ત્રણ દિવસ સુધી ઊંઘી શકી નહીં. હું જાણતી હતી કે આ ભૂમિકા મારા માટે છે. આ ફિલ્મમાં કામ કરવું એ એક શાનદાર અનુભવ હતો જે મારી સાથે કાયમ રહેશે. બેન્ડિટ ક્વીન પછી હું એ સાબિત કરવા માંગતી હતી કે હું માત્ર એક વિવાદાસ્પદ અભિનેત્રી નથી પરંતુ એક બહુમુખી કલાકાર છું
તેમણે પ્રથમ ફિલ્મ બેન્ડિટ ક્વીનથી તેમની ફિલ્મ સફરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે ફૂલન દેવીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ફૂલન દેવીના જીવનની સત્ય ઘટના પર આધારિત હતી.
મહત્વાકાંક્ષી કલાકારો માટે અભિનેત્રી સિમા બિસ્વાસે સલાહ આપી, "દરેક ભૂમિકા પ્રામાણિક્તાની માંગ કરે છે. તમારા પાત્રોમાંથી પ્રેરણા લો, પરંતુ તેની નકલ કરવાની કોશિશ ન કરો. નકલ કરવાથી મૂળ અભિનયનો આત્મા નષ્ટ થઈ જાય છે. કોઈ ભૂમિકાની તૈયારી કરતા સમયે, તમારે તમારી જાતને સંપૂર્ણ રીતે તેમાં ઊંડી ઉતારવી જોઈએ અને પાત્રને જીવવું જોઈએ." મારા માટે દરેક ભૂમિકા શરૂઆતથી જ શરૂ થાય છે, અને હું તેને મૂર્ત રુપ આપવા માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત રહું છું."
સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો
સીમા બિસ્વાસે ફિલ્મ 'બેન્ડિટ ક્વીન'માં ફૂલન દેવીનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર માટે સીમા બિસ્વાસને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 1994માં આવી હતી. આ ફિલ્મ શેખર કપૂરે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સીમા બિસ્વાસ ઉપરાંત અન્ય ઘણા કલાકારો હતા. આ ફિલ્મમાં બોલ્ડ સીન શૂટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ પણ રિલીઝ થયા બાદ તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં ફૂલન દેવીનું શોષણ અને ઉત્પીડન બતાવવામાં આવ્યું હતું.





















