શોધખોળ કરો
Advertisement
રિયા ચક્રવર્તીની જીમ પાર્ટનર રકુલપ્રીત સિંહે પૉકેટ મની માટે કર્યુ હતુ આ કામ, બૉલીવુડમાં રહી ફ્લૉપ
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોની રડાર પર આવી ગઇ છે. એનસીબીની તરફથી તેમના તરફથી ત્રણ દિવસ સુધી પુછપરછ કરવામાં આવી
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે એનસબીના સુત્રો અનુસાર ખુલાસો કર્યો છે કે રિયા ચક્રવર્તી એક્ટ્રેસ સારા અલી ખાન, રકુલ પ્રીત અને ડિઝાઇનર સિમોન ખંબાટાની સાથે ડ્રગ્સ લેતી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોની રડાર પર આવી ગઇ છે. એનસીબીની તરફથી તેમના તરફથી ત્રણ દિવસ સુધી પુછપરછ કરવામાં આવી.
સુ્ત્રો અનુસાર રિયાએ નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોને 25 બૉલીવુડ સેલેબ્સના નામ બતાવ્યા છે. જે ડ્રગ્સ લે છે. શું તમને ખબર છે રકૂલ પ્રીત સિંહ રિયાની જીમ પાર્ટનર રહી ચૂકી છે. જી હા, તેમને કેટલીયવાર મુંબઇમાં રિયાની સાથે જીમ આવતા જતા જોઇ છે, અને સાથે વર્કઆઉટ કરતા પણ દેખાઇ ચૂકી છે. રકુલ કૉલેજ દરમિયાન જ એક્ટર બનાવા માંગતી હતી. આ જ કારણ છે કે તેને 18 વર્ષની ઉંમરમાં કૉલેજમા રહેતા જ મૉડલિંગ શરૂ કરી દીધુ હતુ. વર્ષ 2009માં તેને કન્નડ ફિલ્મ ગિલ્લીથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યુ હતુ.
રકૂલે આ ફિલ્મને એટલા માટે સાઇન કરી હતી કેમકે તે થોડાક એક્સ્ટ્રા પૉકેટ મની કમાવવા માંગતી હતી. તે એ પણ ન હતી જાણતી કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી મોટી છે. ગિલ્લીમાં નિભાવેલા રૉલ માટે રકુલની પ્રસંશા થઇ. વર્ષ 2011માં તેને ફેમિના મિસ ઇન્ડિયા પેજેન્ટમાં ભાગ લીધો, જેનાથી તેને પાંચ ટાઇટલ પોતાના નામે કર્યા. સાઉથમાં નામ કમાયા બાદ રકુલે 2014માં બૉલીવુડમાં પગ મુક્યો. ફિલ્મ યારિયાં તેની ડેબ્યૂ ફિલ્મ હતી, જે ફ્લૉપ સાબિત થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement