શોધખોળ કરો
Advertisement
સુશાંત મામલે કેસ લડવા રિયાના વકીલે રિયા પાસે કેટલી લીધી છે ફી, આ મુદ્દે વકીલે ખુદ કર્યો મોટો ખુલાસો
રિયા ચક્રવર્તીના વકીલ સતિશ માનશિંદેએ એક ઇન્ટરવ્યૂ દમિયાન કહ્યું કે, 10 વર્ષ પહેલા પ્રકાશિત થયેલા એક લેખના આધાર પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મારી ફી 10 લાખ રૂપિયા છે, પરંતુ અમે 10 વર્ષ જુનો આર્ટિકલ કેમ જોઇ રહ્યાં છીએ? આ રીતે જોશો તો હાલમાં મારી ફી ક્યાંય વધારે હશે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસને લઇને રોજ નવા નવો ખુલાસા થઇ રહ્યાં છે. સુશાંતનો કેસ બન્ને બાજુએ મોટા મોટા વકીલો સંભાળી રહ્યાં છે, સુશાંતના પિતાનો કેસ વકીલ વિકાસ સિંહ હેન્ડલ કરી રહ્યાં છે, તો સામે રિયાનો કેસ જાણીતા વકીલ સતિશ માનશિંદે લડી રહ્યાં છે. થોડાક દિવસો પહેલા કેસની ફીને લઇને ચર્ચા ઉઠી હતી, હવે આ મામલે ખુદ રિયાના વકીલ સતિશ માનશિંદેએ ખુલાસો કરતા પોતાની ફી વિશે વાત કરી છે.
રિયા ચક્રવર્તીના વકીલ સતિશ માનશિંદેએ એક ઇન્ટરવ્યૂ દમિયાન કહ્યું કે, 10 વર્ષ પહેલા પ્રકાશિત થયેલા એક લેખના આધાર પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મારી ફી 10 લાખ રૂપિયા છે, પરંતુ અમે 10 વર્ષ જુનો આર્ટિકલ કેમ જોઇ રહ્યાં છીએ? આ રીતે જોશો તો હાલમાં મારી ફી ક્યાંય વધારે હશે.
સતિશે આગળ કહ્યું કે હું મારા ક્લાઇન્ટ પાસે જે કંઇપણ ફી લઉં તેનાથી કોઇને મતલબ ના હોવો જોઇએ. જો ઇન્કમ ટેક્સ વાળા મારી ફી જાણવા માંગશે તો હુ તેમને સારી રીતે બતાવીશ. હું એવી કોઇ ચર્ચા નથી કરવા માંગતો જે મારા અને મારા ક્લાઇન્ટ વચ્ચે એકદમ પર્સનલ હોય.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રિયા પર તેના વકીલને લઇને નિશાન સાધ્યુ હતુ. શ્વેતાએ ટ્વીટ કરીને લખ્યુ હતુ- તુ એ વાતને લઇને પરેશાનછે કે તુ 17000 રૂપિયા મહિનાનો મકાનનો હપ્તો કેવી રીતે ભરીશ, કૃપા કરીને મને એ બતાવ કે ભારતના સૌથી મોંઘા વકીલને હાયર કર્યા બાદ તુ તેમને પૈસા ક્યાંથી આપી રહી છુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement