Salaar Box Office Collection Day 1: 'સાલાર' એ પ્રથમ દિવસે જ ઈતિહાસ રચ્યો, પઠાણ-જવાન, એનિમલનો રેકોર્ડ તોડ્યો
ઘણી રાહ જોયા પછી 'સાલાર: પાર્ટ વન - સીઝફાયર' 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી.
Salaar Box Office Collection Day 1: ઘણી રાહ જોયા પછી 'સાલાર: પાર્ટ વન - સીઝફાયર' 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. પ્રભાસ અભિનીત આ ફિલ્મને પહેલા દિવસે જ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને તેને જોવા માટે થિયેટરોમાં દર્શકોની ભીડ ઉમટી હતી. આ સાથે શરૂઆતના દિવસે 'સાલાર' પર નોટોનો ભારે વરસાદ થયો હતો. ચાલો જાણીએ કે પ્રભાસની ફિલ્મે રિલીઝના પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી છે.
કેટલા કરોડથી ઓપનિંગ કરી ફિલ્મ'સાલર'એ ?
અગાઉની ઘણી ફિલ્મોના ખરાબ પ્રદર્શન બાદ પ્રભાસે 'સાલાર'થી શાનદાર વાપસી કરી હતી. દર્શકોએ આ અભિનેતાની ફિલ્મને આવકારી હતી. આ એક્શન થ્રિલરનો ક્રેઝ ચાહકોમાં એટલો જબરદસ્ત હતો કે પ્રથમ દિવસે તેને જોવા માટે થિયેટરોમાં દર્શકોની લાંબી કતારો જોવા મળી હતી અને પ્રશાંત નીલની દિગ્દર્શિત ફિલ્મની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે 'સાલાર'ની રિલીઝના પહેલા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.
Sacknilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'સાલાર'એ રિલીઝના પહેલા દિવસે 90.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
જો કે આ પ્રારંભિક આંકડા છે, સત્તાવાર ડેટા આવ્યા બાદ તેમાં થોડો ફેરફાર થઈ શકે છે.
'સાલારે' પઠાણ, 'જવાન', 'ડંકી' સહિતની આ ફિલ્મોને પાછળ છોડી દિધી છે.
'સાલાર'એ રિલીઝના પહેલા દિવસે 90.7 કરોડની કમાણી કરીને પઠાણ, જવાન, ડંકી સહિતની ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સાથે પ્રભાસની ફિલ્મ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.
Sacknilk ના અહેવાલ મુજબ, ફિલ્મોના પ્રથમ દિવસના કલેક્શન વિશે વાત કરીએ
સાલારે પહેલા દિવસે 90.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
જવાનની પહેલા દિવસની કમાણી 65.5 કરોડ રૂપિયા હતી
પઠાણે પ્રથમ દિવસે 55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું
એનિમલની પહેલા દિવસની કમાણી 54.75 કરોડ રૂપિયા હતી
KGF ચેપ્ટર 2 એ 53.5 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
'સાલાર' સ્ટાર કાસ્ટ
પેન ઈન્ડિયા ફિલ્મ 'સલાર'નું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસન, જગપતિ બાબુ રેડ્ડી સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. સાલાર ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. થિયેટરની બહાર આ ફિલ્મ જોવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે.