સલમાન ખાન-કેટરિના કૈફની Tiger 3થી વીડિયો Leak, ઈમરાન હાશ્મી મળ્યો જોવા
શાહરૂખ ખાન સ્ટારર પઠાણની સફળતા બાદ ચાહકો સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સ્ટારર ટાઈગર 3 માટે ઉત્સાહિત છે.
Tiger 3: શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ પઠાણની સફળતા પછી ચાહકો સલમાન ખાન(Salman Khan), કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી અભિનીત ટાઈગર 3 (Tiger 3 )માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં હાઈ-ઓક્ટેન એક્શનની સાથે પઠાણનો કેમિયો પણ હશે. આ દરમિયાન ટાઈગર 3ના સેટ પરથી એક વીડિયો લીક થયો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ટાઈગર 3ના શૂટિંગ સેટ પરથી લીક થયો વીડિયો
સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે ટાઈગર 3ના (Tiger 3 )શૂટિંગ સેટનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ઈમરાન હાશમી (Emraan Hashmi) એક રૂમમાં જોવા મળી રહ્યો છે, જેમાં ઘણી સ્મોકી ઈફેક્ટ આપવામાં આવી છે. વીડિયોમાં ઈમરાન બ્લેક જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. ત્યાં તે કોઈની સાથે વાત કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ ઈમરાનનો ઈન્ટ્રો વીડિયો હોઈ શકે છે. જણાવી દઈએ કે ઈમરાન આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે.
Emraan Hashmi from the sets of #Tiger3 🔥🔥
— ʀᴀᴅʜᴇ ᴘʀɪɴᴄᴇ (@iBeingShawon) February 24, 2023
The most badass and deadliest villain is on his way !! #SalmanKhan𓃵 #EmraanHashmi pic.twitter.com/FEFUWjh7Tv
સ્પાય યુનિવર્સની શરૂઆત
પઠાણ દ્વારા યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સ (YRF સ્પાય યુનિવર્સ)ની શરૂઆત કરી અને સલમાન ખાનને ટાઇગર તરીકે કેમિયો કરતા જોયો. પઠાણ (Pathaan) ફિલ્મમાં સલમાન-શાહરુખને એકસાથે એક્શન કરતા જોવાની ચાહકોને મજા પડી. આવી સ્થિતિમાં હવે દર્શકોને ફરી એકવાર આ મજા ટાઈગર 3માં મળશે. સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સ્ટારર ટાઈગર 3માં (Tiger 3 )શાહરૂખનું કેમિયો અપડેટ સામે આવ્યું છે.
શાહરુખ ખાન એપ્રિલના અંતમાં કરશે શૂટિંગ
આવી સ્થિતિમાં હવે સૂત્રોના હવાલાથી સમાચાર સામે આવ્યા છે કે શાહરૂખ ખાન(Shah Rukh Khan) એપ્રિલના અંતમાં ટાઇગર 3નું શૂટિંગ કરશે. જ્યારે આ શૂટ મુંબઈમાં જ થશે અને તેના માટે ભવ્ય સેટ તૈયાર કરવામાં આવશે. આ શૂટ વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી કારણ કે તેને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી રહી છે. શૂટિંગ સેટ પર સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે જેથી કંઈપણ લીક ન થાય. જો કે આવું બની શક્યું નહી