શોધખોળ કરો
Advertisement
કોરોનાઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આટલા હજાર વર્કર્સની મદદે આવ્યો સલમાન ખાન
FWICEના પ્રેસિડેન્ બીએન તિવારીએ કહ્યુ કે સલમાન ખાન પોતાની એનજીઓ બીઇંગ હ્યુમન મારફતે તેમની સંસ્થા પાસે પહોંચ્યા હતા
મુંબઇઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. એવામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વર્કર્સને પૈસાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. Federation of Western Indian Cine Employeesના કહેવા પ્રમાણે, સલમાન ખાને ઇન્ડસ્ટ્રીઝના 25000 વર્કર્સને આર્થિક રીતે મદદ કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મજૂરોને કામ મળી રહ્યું નથી. એવામાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પોતાની રીતે મદદ કરી રહ્યા છે. હવે સલમાન ખાને પોતાની એનજીઓ બીઇંગ હ્યુમન મારફતે મદદ કરવાનો નિર્ણય લીધો છે.
FWICEના પ્રેસિડેન્ બીએન તિવારીએ કહ્યુ કે સલમાન ખાન પોતાની એનજીઓ બીઇંગ હ્યુમન મારફતે તેમની સંસ્થા પાસે પહોંચ્યા હતા અને મજૂરોની મદદ માટે હાથ લંબાવ્યો હતો. તેમણે કહ્યું કે, સલમાન ખાનનું બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન દરરોજનું કમાઇને ખાનારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મજૂરોની મદદ કરશે. તેમણે ત્રણ દિવસ અગાઉ કોલ કર્યો હતો. અમારી પાસે પાંચ લાખ મજૂરો છે જેમાંથી 25 હજારને આર્થિક મદદની જરૂર છે.
બીઇંગ હ્યુમન ફાઉન્ડેશને કહ્યું કે, તે તમામ મજૂરોનું ધ્યાન રાખશે. તેમણે 25 હજાર મજૂરોની બેન્ક ડિટેઇલ્સ માંગી છે કારણ કે તે ઇચ્છે છે કે મદદના પૈસા સીધા મજૂરોની પાસે પહોંચે. અમે આ તમામ માટે રાશન એકઠુ કર્યું છે પરંતુ તેઓ અહી લેવા આવી શકતા નથી. અમે તેમને પહોંચાડવાનો રસ્તો શોધી રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion