અક્ષયની 'સમ્રાટ પૃથ્વીરાજ'ને રીલીઝના ચોથા દિવસે બોક્સ ઓફીસ પર લાગ્યો ઝટકો, કુલ કમાણી થઈ ઓછી..
3 જૂનના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને પહેલા દિવસની કમાણી ઘણી નિરાશ કરનારી રહી હતી.
Samrat Prithviraj Box Office: 3 જૂનના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થયેલી અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને પહેલા દિવસની કમાણી ઘણી નિરાશ કરનારી રહી હતી. આ ફિલ્મે પહેલા દિવસે ફક્ત 10.70 કરોડની કમાણી કરી હતી. પરંતુ વિકેન્ડમાં કમાણીનો થોડો વધારો જોવા મળ્યો હતો. જે બાદ એવી આશા હતી કે, હવે આ ફિલ્મની કમાણી ઝડપ પકડશે. પરંતુ ચોથા દિવસે ફરીથી ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે.
ચોથા દિવસનું કુલ કલેક્શનઃ
જાવી દઈએ કે ફિલ્મની રીલીઝના ચોથા દિવસ એટલે કે સોમવારની કમાણીનો રિપોર્ટ આવી ગયો છે. જાણીતા ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા મુજબ ચોથા દિવસે ફિલ્મની બોક્સ ઓફિસ પર ખુબ ખરાબ હાલત જોવા મળી હતી અને ફક્ત 5 કરોડની કમાણી થઈ હતી. જે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન છે. આ ફિલ્મ માટે મોટા ઝટકા સમાન છે.
#SamratPrithviraj has a sharp decline on Day 4 [Mon]... Should've scored in double digits or thereabouts to make up for unsatisfactory biz on Day 1 and 2... Biz at national chains remains dull... Fri 10.70 cr, Sat 12.60 cr, Sun 16.10 cr, Mon 5 cr. Total: ₹ 44.40 cr. #India biz. pic.twitter.com/GQOACqoa0Z
— taran adarsh (@taran_adarsh) June 7, 2022
ચાર દિવસની કુલ કમાણીઃ
જો કે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે પહેલાં ચાર દિવસમાં 44.40 કરોડની કમાણી કરી લીધી છે. પરંતુ ચોથા દિવસની કમાણી પર નજર કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઈ શકે છે.
ફિલ્મ 50 કરોડના ક્લબમાં સામેલ થશે:
બીજી તરફ ફિલ્મની અત્યાર સુધીની કમાણી પર નજર કરીએ તો આવનારા એક-બે દિવસમાં આ ફિલ્મ 50 કરોડની ક્લબમાં આવી જશે. પરંતુ જો 100 કરોડના ક્લબની વાત કરવામાં આવે તો સમ્રાટ પૃથ્વીરાજને આ માટે ઘણી મહેનત કરવી પડશે અને કદાચ ફિલ્મ આ આંકડા સુધી પહોંચી પણ નહી શકે.