કેમ અટક્યા સાનિયા મિર્ઝા-શોએબ મલિકના છૂટાછેડા? આ રહ્યું કારણ
Sania Mirza-Shoaib Malik: સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર હેડલાઈન્સમાં છે. ત્યારે હવે સમાચાર આવ્યા છે કે સાનિયા અને શોએબના છૂટાછેડા કેટલાક કાયદાકીય મુદ્દાઓને કારણે અટકી ગયા છે.
Sania Mirza-Shoaib Malik: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે ઘણા સમયથી છૂટાછેડાનું વાતાવરણ છે. એવી અટકળો છે કે સાનિયા અને શોએબના છૂટાછેડા થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી આ કપલ તરફથી એકબીજાથી અલગ થવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં શું ખરેખર શોએબ અને સાનિયાના છૂટાછેડા થઈ ગયા છે. જો એમ હોય તો કયા કારણોસર આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ત્યારે ચાલો જાણીએ કે કેમ નથી થઇ રહ્યા બંનેના છૂટાછેડા ?
View this post on Instagram
કેમ નથી થઇ રહ્યા સાનિયા અને શોએબના છૂટાછેડા?
છેલ્લા ઘણા સમયથી સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના સંબંધો સારા ચાલી રહ્યા નથી. જેને લીધે આ બંને કપલના સંબંધ તૂટવાના સમાચારે આગ પકડી લીધી છે. આ દરમિયાન ઇનસાઇડ સ્પોર્ટના અહેવાલમાં કંઈક એવો ખુલાસો થયો છે જેણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચે છૂટાછેડાની અફવાને વધુ વેગ આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાનિયા અને શોએબના એક મિત્રએ પુષ્ટિ કરી છે કે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ હજુ સુધી તેઓએ કેટલીક કાનૂની સમસ્યાઓના કારણે સત્તાવાર જાહેરાત કરી નથી. સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે કપલ તરીકે અલગ-અલગ શો માટે કરાર કર્યા છે. આવી સ્થિતિમાં આ કોન્ટ્રાક્ટને ધ્યાનમાં રાખીને બંને શોનું શૂટિંગ પૂરું થયા પછી જ છૂટાછેડા માટે અરજી કરશે. આ કાયદાકીય અડચણોને કારણે સાનિયા અને શોએબના છૂટાછેડા અટકેલા છે. જેને લીધે સાનિયા અને શોએબ બંનેએ તેમના સંબંધો પર મૌન સેવ્યું છે.
સાનિયા અને શોએબનો વીડિયો સામે આવ્યો
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર વચ્ચે હાલમાં જ કપલનો એક વીડિયો સામે આવ્યો છે. સાનિયા અને શોએબનો આ વીડિયો એક શોના શૂટિંગ સેટ દરમિયાનનો છે. બંને ધ મિર્ઝા મલિક શોમાં જોવા મળશે. આ શોનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.