Ask SRK: તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું છે ?' ફેન્સના સવાલ પર શાહરૂખે આપ્યો આ જવાબ
શાહરૂખ ખાન ફેન્સને સરપ્રાઈઝ કરવાની કોઈ તક છોડતો નથી. 20 ફેબ્રુઆરીએ પણ કિંગ ખાને ટ્વિટર પર #Askrk સેશન રાખીને તેના ચાહકોને ખુશ કર્યા હતા.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન ફેન્સને સરપ્રાઈઝ કરવાની કોઈ તક છોડતો નથી. 20 ફેબ્રુઆરીએ પણ કિંગ ખાને ટ્વિટર પર #Askrk સેશન રાખીને તેના ચાહકોને ખુશ કર્યા હતા. હંમેશની જેમ, ચાહકો શાહરૂખ ખાનને પ્રશ્નો પૂછ્યા અને બોલિવૂડના બાદશાહે ચાહકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
Ask SRK સેશમાં ચાહકોએ શાહરુખ ખાનને અલગ-અલગ સવાલો કર્યા હતા. જેમાં અભિનેતાએ ખૂબ જ શાનદાર જવાબો આપ્યા હતા. જેમાં એક ચાહકે શાહરુખ ખાનને સુખી લગ્ન જીવનનું સિક્રેટ પુછી લીધુ હતું. જેનો જવાબ શાહરુખ ખાને આપ્યો હતો.
ફેન્સે શાહરૂખને સુખી લગ્ન જીવનનું રહસ્ય પૂછ્યું
સોમવારે શાહરૂખે તેના ચાહકો માટે Ask SRK સેશન રાખ્યું હતું. જેમાં અભિનેતાના ફેને તેને હેપ્પી મેરીડ લાઈફનું રહસ્ય પૂછ્યું હતું. ફેને પૂછ્યું, 'તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું છે ? આનો જવાબ આપતા શાહરૂખે લખ્યું કે, ગૌરીનું દિલ અને મગજ સૌથી સરળ છે. તેણે અમને બધાને પરિવાર અને પ્રેમની અચ્છાઈમાં વિશ્વાસ અપાવ્યો છે." શાહરૂખના જવાબથી ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેના વખાણ કરી રહ્યા છે.
Gauri has the most simple heart and mind. She has just kept us all believing in the goodness of family and love https://t.co/nZV3CbGPxU
— Shah Rukh Khan (@iamsrk) February 20, 2023
શાહરૂખ ખાનની ઉંમરને લઈને થશે FIR? અભિનેતાને મોં પર જ ચાહકે કહ્યું કે...
શાહરૂખ ખાન 57 વર્ષનો છે, પરંતુ તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. કિંગ ખાનની ફિટનેસ અને એબ્સ જોઈને દરેક લોકો થાપ ખાય જાય છે. બોલિવૂડના બાદશાહના એક ચાહકે આ વાતનો ખુલાસો કર્યો હતો. #Asksrkમાં કિંગ ખાનનો શર્ટલેસ ફોટો શેર કરતા એક પ્રશંસકે લખ્યું, 'હું ખાન સાહબ વિરુદ્ધ FIR દાખલ કરી રહ્યો છું. આ વ્યક્તિ જૂઠું બોલે છે કે તે 57 વર્ષનો છે.
ફેન્સનું ટ્વીટ વાંચીને શાહરૂખે લખ્યું હતું કે, મહેરબાની કરીને આવું ન કરો યાર. ઠીક છે, હું 30 વર્ષનો છું. હવે મેં તમને સાચુ કહ્યું છે. તેથી જ મારી આગામી ફિલ્મનું નામ 'જવાન' છે. 'પઠાણ' બાદ શાહરૂખ 'જવાન'ને પ્રમોટ કરી રહ્યો છે.