Shahrukh Khan Birthday: શાહરૂખ ખાનને બર્થ-ડે વીશ કરવા 'મન્નત'બહાર ઉમટ્યા ફેન્સ, અડધી રાત્રે એક્ટરે કર્યું ટ્વિટ
Shahrukh Khan Birthday: બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે એટલે કે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
Shahrukh Khan Birthday: બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે એટલે કે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આખી દુનિયામાં શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે અને આ જ કારણ છે કે હજારો ચાહકો શાહરૂખને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. આ અવસર પર શાહરૂખના ઘરની બહાર જોરદાર આતીશબાજી કરવામાં આવી હતી અને ચાહકોની ભીડે તેમના પ્રિય સ્ટારના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. શાહરૂખ ખાન ફરી એકવાર તેના ફેન્સને મળવા માટે તેના ઘરની છત પર પહોંચ્યો હતો. આ પ્રસંગની ઘણી શાનદાર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ સિવાય શાહરૂખ ખાને પણ તેના ફેન્સ માટે તેના જન્મદિવસ પર ટ્વિટ કર્યું હતું.
View this post on Instagram
શાહરૂખ ખાને આજે 2 નવેમ્બરે સવારે 3:18 વાગ્યે એક ટ્વીટ કર્યું હતું. શાહરૂખે તેના જન્મદિવસ પર તેના ટ્વિટમાં લખ્યું, 'વિશ્વાસ નથી આવતો કે તમારામાંથી આટલા બધા મને વિશ કરવા મોડી રાત્રે આવ્યા. હું માત્ર એક અભિનેતા છું. હું તમારા બધા સપનામાં જીવું છું. મને તમારા બધાનું મનોરંજન કરવાની મંજૂરી આપવા બદલ આભાર. ,
It’s unbelievable that so many of u come & wish me late at night. I am but a mere actor. Nothing makes me happier, than, the fact that I can entertain u a bit. I live in a dream of your love. Thank u for allowing me to entertain you all. C u in the morning…on the screen & off it
— Shah Rukh Khan (@iamsrk) November 1, 2023
તેના જન્મદિવસની રાત્રે શાહરૂખ હંમેશની જેમ તેના ઘર મન્નતની ટેરેસ પર જોવા મળ્યો હતો અને તેણે તેના હાથ ફેલાવીને પોતાનો આઇકોનિક પોઝ પણ આપ્યો હતો, જેને જોઈને ભીડ પાગલની જેમ ચીસો કરતી જોવા મળી હતી. શાહરૂખ પોતાના પુત્ર અબરામ સાથે ફેન્સની સામે જોવા મળ્યો હતો.
Sea of fans pic.twitter.com/jz3NcnGGwA
— 𝐀𝐳𝐚𝐝 (@Azad_jawan) November 1, 2023
નોંધનીય છે કે શાહરૂખ ખાન માટે આ વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે અને તેની કારકિર્દીનું સૌથી ઉજ્જવળ વર્ષ રહ્યું છે. 4 વર્ષ બાદ શાહરૂખ ખાને બે જબરદસ્ત હિટ ફિલ્મો આપી, જેમાંથી એક છે 'પઠાણ' અને બીજી 'જવાન'. શાહરૂખ ખાનના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેનું નામ 'ડિંકી' છે. એવું માનવામાં આવે છે કે જન્મદિવસ પર શાહરૂખ ખાનની ફિલ્મ 'ડિંકી'નું ટીઝર પણ રિલીઝ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે 'ડિંકી' પણ શાહરૂખની અન્ય બે ફિલ્મોની જેમ ઈતિહાસ રચવા માટે તૈયાર છે.
Happy Birthday @iamsrk Sir
— SS Rajput (@iam_ssrajput) November 1, 2023
Can't Wait For Dunki.. Stay Healthy Forever
Love You King Khan#HappyBirthdaySRK pic.twitter.com/uMDjC1iPiG