Bollywood:59ની ઉંમરે પણ યંગ અને ફિટ છે શાહરૂખ ખાન, એક્ટરે ખુદ શેર કર્યો ડાયટ પ્લાન
Shah Rukh Khan: શાહરૂખ ખાન 59 વર્ષનો થઈ ગયો છે પરંતુ એવું લાગે છે કે સુપરસ્ટાર માટે ઉંમર માત્ર એક નંબર છે કારણ કે તે હજુ પણ તદ્દન યુવાન દેખાય છે. ચાલો જાણીએ અભિનેતાની ફિટનેસનું રહસ્ય.

Shah Rukh Khan Fitness Secret: શાહરૂખે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. દેશમાં અને દુનિયાભરમાં તેના કરોડો ચાહકો છે જેઓ તેની એક ઝલક મેળવવા માટે આતુર છે. ફિલ્મો ઉપરાંત, અભિનેતા તેની ફિટનેસ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. 59 વર્ષની ઉંમરમાં પણ કિંગ ખાન એકદમ યંગ અને ફિટ દેખાય છે. ચાહકો આ ઉંમરે પણ યુવાન દેખાતા સુપરસ્ટારનું રહસ્ય જાણવા માંગે છે. ચાલો આજે તમને શાહરૂખ ખાનની ફિટનેસનું રહસ્ય જણાવીએ.
શું છે શાહરૂખ ખાનના ડાયટ સિક્રેટ
લગભગ 8 વર્ષ પહેલા શાહરૂખ ખાને આરજે દેવાંગના સાથે તેની ફૂડ ચોઈસ વિશે વાત કરી હતી. આ દરમિયાન અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો કે તે કોઈપણ પ્રકારના ડાયટ પ્લાનને અનુસરતો નથી, સુપરસ્ટારે કહ્યું, "હું કુદરતી રીતે ખૂબ જ મૂળભૂત ખોરાક ખાઉં છું. હું દરરોજ બે મુખ્ય ભોજન લંચ અને ડિનર લઉં છું, આ સિવાય, હું નાસ્તો અથવા બીજું કંઈપણ ખાતો નથી. મને સ્વાદિષ્ટ અથવા વિવિધ પ્રકારની વાનગીઓ પસંદ નથી.. હું કેટલીકવાર બ્રોકલી, દાળ સ્પાઉટ્સ ગ્રિલ્ડ ચિકન લઉં છું. હું ઘણા વર્ષોથી દરરોજ આ પ્રકારનો ખોરાક ખાઉં છું., "જો હું ફ્લાઇટમાં હોઉં, અથવા કોઈના ઘરે જમવા જતો હો, તો તેઓ જે પણ પીરસે છે તે હું પ્રેમથી ખાઉં છું - પછી તે બિરયાની, રોટલી, પરાઠા, ઘીમાં પકાવેલું ભોજન હોય કે લસ્સીનો ગ્લાસ હોય. જ્યારે બીજા સાથે ફૂડ શેર કરાવાની વાત આવે ત્યારે હું ખુદને રિસ્ટ્રેકટ નથી રાખતો."
View this post on Instagram
શાહરૂખ ખાન સવારે 5 વાગ્યે સૂવે છે
ગયા વર્ષે, ધ ગાર્ડિયન સાથે વાત કરતી વખતે, શાહરૂખ ખાને પણ તેની દિનચર્યા વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, "હું સામાન્ય રીતે સવારે 5 વાગ્યાની આસપાસ સૂઈ જાઉં છું. જ્યારે માર્ક વાહલબર્ગ તેના દિવસની શરૂઆત કરવા માટે જાગે છે ત્યારે મારું કામ પૂર્ણ થઈ જાય છે. શૂટિંગના દિવસોમાં, હું સવારે 9 કે 10 વાગ્યે જાગી જાઉં છું. હું મોડી રાત્રે ઘરે પાછા ફર્યા પછી - ક્યારેક લગભગ 2 વાગ્યાની આસપાસ - હું સ્નાન કરું છું અને સૂતા પહેલા વર્કઆઉટ કરું છું."
શાહરૂખ ખાન વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન હાલમાં તેની આગામી ફિલ્મ કિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે તેની પુત્રી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચને પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.





















