શિલ્પા શેટ્ટી અને નોરા ફતેહીએ એક બીજાને આપી કાંટે કી ટક્કર, ડાન્સ મૂવ્સથી શોમાં લગાવી આગ
ટીવીનો ફેવરિટ ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને જુનિયર્સ'(Dance Deewane Juniors) દર અઠવાડિયે નવી સેલિબ્રિટીઓથી ભરેલો છે અને લોકોનું મનોરંજન કરે છે.
Dance Deewane Juniors: ટીવીનો ફેવરિટ ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને જુનિયર્સ'(Dance Deewane Juniors) દર અઠવાડિયે નવી સેલિબ્રિટીઓથી ભરેલો છે અને લોકોનું મનોરંજન કરે છે, પરંતુ આ વીકએન્ડ શોમાં મનોરંજનનું સ્તર ખૂબ જ વધી જશે, કારણ કે બી-ટાઉનની બે ડાન્સિંગ ક્વીન પોતાના શાનદાર ડાન્સ મૂવ્સથી લાખો લોકોને મનોરંજન કરાવશે.
શોના લેટેસ્ટ એપિસોડમાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)તેની લેટેસ્ટ ફિલ્મ 'નિકમ્મા'(Nikamma)ના પ્રમોશન માટે પહોંચી છે. આ વીકએન્ડના આગામી એપિસોડમાં, બી-ટાઉનની બે સુંદરીઓ એટલે કે શિલ્પા શેટ્ટી અને શોની જજ નોરા ફતેહી(Nora Fatehi) તેમના ડાન્સ મૂવ્સથી લોકોને આશ્ચર્યચકિત કરશે.
ખાસ વાત એ છે કે શિલ્પા અને નોરા વચ્ચે પણ જબરદસ્ત સ્પર્ધા જોવા મળશે. કલર્સ ટીવીના ઇન્સ્ટાગ્રામ પેઈજ પરથી આગામી એપિસોડનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં શિલ્પા અને નોરા તેમના ડાન્સ મૂવ્સથી સ્ટેજ પર આગ લગાવતા જોઈ શકાય છે. બંને સુંદરીઓ 'બિજલી ગિરી' પર કિલર ડાન્સ કરી રહી છે. શિલ્પા શેટ્ટી રેડ કલરની સાડી સ્ટાઈલના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે નોરા બ્લુ કલરના વેલ્વેટ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં અદ્ભુત લાગી રહી છે.
નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સ માટે ફેમસ છે. 'નચ મેરી રાની', 'દિલબર', 'ઓ સાકી સાકી' જેવા ગીતોમાં તેના ડાન્સ મૂવ્સ ખૂબ પ્રખ્યાત છે. એમાં કોઈ શંકા નથી કે તે ડાન્સિંગ ક્વીન છે, પરંતુ શિલ્પા શેટ્ટી પણ ડાન્સની બાબતમાં કોઈથી ઓછી નથી. તેણીએ 90 ના દાયકામાં તેના ડાન્સ મૂવ્સ અને એક્સપ્રેશનથી ઘણી ચર્ચામાં આવી હતી. શિલ્પાએ 'સુપર ડાન્સ - ચેપ્ટર 4' પણ જજ કરી ચૂકી છે.
Aashram Season 4: બોબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ સીઝન 4નું ટીઝર રિલીઝ
હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ(Bobby Deol)ની પ્રખ્યાત વેબ સિરીઝ આશ્રમ સીઝન 4(Aashram Season 4) નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આશ્રમ 3 ના રિલીઝના પ્રસંગે, નિર્માતાઓએ આગામી સિઝન 4 ની પણ જાહેરાત કરી છે. આશ્રમ વેબ સિરિઝ ચાહકોને ખૂબ જ પસંદ આવી છે, જેના કારણે ડિરેક્ટર પ્રકાશ ઝા છેલ્લા 3 વર્ષમાં સિરીઝની ત્રણ સિઝન રિલીઝ કરી ચૂક્યા છે અને ચોથી સિઝનની જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.