શોધખોળ કરો
Advertisement
શિવસેનાએ બીજેપી પર કંગના મામલે કયા પ્રકારની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો, જાણો વિગતે
કંગનાના વકીલે ગુરુવારે થયેલી સુનાવણીમાં કહ્યું કે, બીએમસીએ કંગનાને 2 કરોડનુ નુકશાન પહોંચાડ્યુ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કંગનાની સાથે સાથે બીજેપીએ રાજનીતિ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત અને શિવસેના, બીએમસી અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે વિવાદ અટકવાનુ નામ નથી લઇ રહ્યો. બીએમસી કંગનાની ઓફિસ પર ગેરકાયદે નિર્માણ તોડી પાડ્યુ છે. કંગનાએ આનો વિરોધ કરતા કહ્યું હતુ કે તેની ઓફિસમાં ગેરકાયદે નિર્માણ ન હતુ.
કંગનાના વકીલે ગુરુવારે થયેલી સુનાવણીમાં કહ્યું કે, બીએમસીએ કંગનાને 2 કરોડનુ નુકશાન પહોંચાડ્યુ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કંગનાની સાથે સાથે બીજેપીએ રાજનીતિ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
સામનામાં બીજેપી અને કંગના પર નિશાન સાધવામાં આવ્યુ છે, આમાં કહેવામાં આવ્યુ કે બિહારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી કંગના રનૌતનો ઉપયોગ કરી રહી છે.બીજેપી આવુ રાજપૂત મતોને મેળવવા માટે કરી રહી છે. આ ઉપરાંત સામનામાં કહેવામાં આવ્યુ કે કંગના રનૌતની નવી અફીસનો નશો છે. તેની ઓફિસ ગેરકાયદે છે અને એટલા માટે બીએમસીએ તેને તોડી પાડી છે. શિવસેનાને ઓફિસ સાથે કોઇ લેવા દેવા નથી. સાથે કંગનાની એનસીપી નેતા પર પણ કરવામાં આવેલી ટિપ્પણી અંગે પણ બતાવવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે બીએમસી અને કંગના મામલે ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન બૉમ્બે હાઇકોર્ટે બીએમસીની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે પુછયુ હતુ કે નગર નિગમના અધિકારી સંપતિની અંદર કેમ ગયા જ્યારે તેનો માલિક ત્યાં હાજર ન હતો? આવા જ બીજા કેટલાય સવાલોના જવાબો આજે બીએમસીએ દાખલ કર્યા, બીએમસીએ પોતાની એફિડેવિટમાં કાર્યવાહીને યોગ્ય ઠેરવતા કહ્યું કે ગેરકાયદે નિર્માણને તોડી પાડવામાં આવ્યુ. નિયમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદે નિર્માણ મામલે કોર્ટે દખલ ના આપવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement