Honey Singh Receives Threats: સિદ્ધુ મુસેવાલાની હત્યા કરનાર ગોલ્ડી બરાડે બોલિવૂડના આ ફેમસ સિંગરને હત્યાની ધમકી આપતા ખળભળાટ
Honey Singh Receives Threats: પ્રખ્યાત પંજાબી સિંગર અને રેપર હની સિંહ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ગાયકને ગેંગસ્ટર ગોલ્ડી બરાડ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
Honey Singh Receives Threats: પ્રખ્યાત પંજાબી સિંગર અને રેપર હની સિંહ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ગાયકને ગેંગસ્ટર ગોલ્ડી બરાડ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગોલ્ડી હાલ કેનેડામાં છે. ગોલ્ડીએ હની સિંહને ધમકીભર્યો વૉઇસ મેસેજ મોકલ્યો છે. જે બાદ સિંગરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં આ અંગે ફરિયાદ કરી છે.
હની સિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી
પોલીસને આપેલી ફરિયાદમાં હની સિંહે જણાવ્યું કે કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરાડે તેને વોઈસ નોટ મોકલી છે. જેમાં તેણે ગાયકને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હની સિંહે તે વોઇસ નોટ પોલીસને આપી છે. બીજી તરફ સિંગરની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી હતી.
#WATCH | Delhi | I was in America when my manager got threat calls in which death threats were given to me. I have given a complaint to the police commissioner and he said they will probe it. I think the Special Cell will probe it. I have given all the info and evidence to them:… pic.twitter.com/8B9eEFEXan
— ANI (@ANI) June 21, 2023
કોણ છે ગોલ્ડી બરાડ?
તમને જણાવી દઈએ કે ગોલ્ડી બરાડ એ જ ગેંગસ્ટર છે. જેનું નામ લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામે આવ્યું હતું. અહેવાલો અનુસાર, ગોલ્ડીએ સિદ્ધુને મારવા માટે લોરેન્સ બિશ્નોઈ જેવા ખતરનાક ગુંડાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ દિવસોમાં ગોલ્ડી બરાડ કેનેડામાં છે. જેમની સામે NIAએ UAPA હેઠળ કેસ નોંધ્યો છે.
વર્ષ 2005માં કારકિર્દીની શરૂઆત કરી હતી
હની સિંહની વાત કરીએ તો આ સિંગરે થોડા સમય પહેલા જ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે. વાસ્તવમાં, હની ડિપ્રેશનને કારણે લાંબા સમયથી તેના કામથી દૂર રહ્યો હતો. હનીએ વર્ષ 2005 માં સંગીત નિર્માતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારપછી ઈન્ડસ્ટ્રીને ઘણા હિટ ગીતો અને રેપથી ઓળખાવનાર હની અચાનક ડ્રગની લતમાં સપડાઈ ગયો અને પછી બાયપોલર ડિસઓર્ડરનો શિકાર બની ગયો.
આ કારણે મ્યુઝિકથી દૂર થયો હની સિંહ
આ દરમિયાન તે ડિપ્રેશનમાં પણ ગયો અને લગભગ 18 મહિના સુધી ગુમ રહ્યો. આ દરમિયાન, તેમના મૃત્યુની અફવાઓ પણ ઘણી વખત ઉભી થઈ હતી. ત્યાર બાદ પુનરાગમન કર્યા બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં હની સિંહે મીડિયાને કહ્યું કે, 'એ અફવા હતી કે હું રિહેબમાં છું, પરંતુ આખો સમય હું મારા નોઈડા હાઉસમાં હતો.. મને બાયપોલર ડિસઓર્ડર હતો. નોંધનીય છે કે, હની સિંહ ફેન ફોલોઈંગ ન માત્ર ભારત પરંતુ વિદેશમાં પણ છે. હની સિંહના સોંગ રિલિઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.