શોધખોળ કરો

Jubin Nautiyalના ચાહકો માટે ખરાબ સમાચાર, સીડી પરથી પડતાં સિંગરને ગંભીર ઇજા, હોસ્પિટલમાં દાખલ

Jubin Nautiyal Injured: ગાયક જુબીન નૌટીયાલને ઇજા પહોંચી છે. ઘરની સીડી પરથી પડી જતાં તેને માથા અને હાથના ભાગે ગંભીર ઈજા થઈ છે.

Jubin Nautiyal Injured: બોલિવૂડના પ્રખ્યાત ગાયક જુબીન નૌટિયાલના ચાહકો માટે ખરાબ સમાચાર છે. ગુરુવારે સિંગર તેના ઘરની સીડી પરથી પડી ગયો છે. જુબીન સીડી પરથી નીચે ઉતરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જવાથી તે જોરદાર પછડાયો હતો. જેના લીધે તેને ઘણી ઈજાઓ થઈ છે. તેની કોણી તૂટી ગઈ છે અને તેની પાંસળીમાં પણ ઘણી ઈજા પહોંચી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઝુબીનના માથા અને કપાળ પર પણ ગંભીર ઈજા થઈ છે. સિંગરને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલમાં સારવાર ચાલી રહી છે.

View this post on Instagram
 
A post shared by Jubin Nautiyal (@jubin_nautiyal)

જુબીન નોટિયાલને ગંભીર ઇજા પહોંચી 

જુબિન નૌટિયાલને સીડી પરથી પડી જવાથી હાથમાં ભારે ઈજા થઈ છે. જેના લીધે તેના જમણા હાથનું ઓપરેશન કરવું પડશે. ડોક્ટરે તેને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. આ સમાચાર સાંભળ્યા પછી જુબિનના ચાહકોની ચિંતા વધી ગઈ છે. તે પોતાના અવાજથી લાખો દિલો પર રાજ કરે છે.

સિંગર જુબીન નોટિયાલના ગીતો 

તમને જણાવી દઈએ કે હાલમાં જ જુબિન નૌટિયાલનું ગીત 'તુ સામને આયે' રિલીઝ થયું હતું. આ ગીતમાં સિંગર યોહાની સાથે જુબિને પોતાનો અવાજ આપ્યો હતો. સિંગરે ગુરુવારે યોહાની સાથે આ ગીત લોન્ચ કર્યું હતું. જુબીનનું આ ગીત ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય સિંગરે બોલિવૂડની તમામ ફિલ્મોના ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેના ઘણા મ્યુઝિક વીડિયો પણ આવી ચૂક્યા છે જે સુપરહિટ રહ્યા છે.

ચાહકો ચિંતામાં ગરકાવ 

જુબિન નૌટિયાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તેની તસવીરો સાથે તે તેના ગીતો પણ અહીં શેર કરતી રહે છે. વેલ, હાલના તબક્કે, તેના ચાહકો જુબીનના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ હોવાના સમાચાર નહીં આવે ત્યાં સુધી તેના ચાહકો ચિંતામાં ગરકાવ રહેશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget