Sonu Sood Institute: IASનું મફત કોચિંગ આપશે સોનુ સૂદ, જાણો શું છે સમગ્ર આયોજન
જો બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતાની વાત કરીએ તો તેમાં સોનુ સૂદનું નામ ચોક્કસપણે સામેલ થશે. કોરોના કાળમાં લોકો માટે મસીહા બનીને ઉભરેલા સોનુએ ફરી એકવાર દિલ જીતી લેતું કામ કર્યું છે.
Sonu Sood Free IAS Coaching: જો બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતાની વાત કરીએ તો તેમાં સોનુ સૂદનું નામ ચોક્કસપણે સામેલ થશે. કોરોના કાળમાં લોકો માટે મસીહા બનીને ઉભરેલા સોનુએ ફરી એકવાર દિલ જીતી લેતું કામ કર્યું છે. તાજેતરમાં સોનુ સૂદે તેમના સંભવમ IAS કોચિંગ સેન્ટરની જાહેરાત કરી છે, જેમાં વિદ્યાર્થીઓને મફત ઓનલાઈન વર્ગો આપવામાં આવશે.
સોનુ સૂદે ફ્રી કોચિંગ સેન્ટર શરૂ કર્યુંઃ
નોંધનીય છે કે સોનુ સૂદ વર્ષ 2020 કોરોના મહામારીના સમયથી સતત જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. ત્યારથી લઈને આજ સુધી સોનુએ પોતાનો સેવા યજ્ઞ વિવિધ રીતે ચાલુ જ રાખ્યો છે. ત્યારે હવે આ જ કડીમાં હવે, સોનુ સૂદે દેશના એવા બાળકો માટે IAS કોચિંગ સેન્ટર શરૂ કર્યું છે, જેઓ આર્થિક તંગીના કારણે તેમના સપના સાકાર કરવામાં અસમર્થ છે.
તાજેતરમાં જ સોનુ સૂદે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સંભવમ આઈએએસ ઈન્સ્ટિટ્યૂટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કોચિંગ સેન્ટરનું પોસ્ટર શેર કરતા સોનુએ લખ્યું છે કે- ચાલો સાથે મળીને નવું ભારત બનાવીએ. વર્ષ 2022-23 સત્ર માટે IAS પરીક્ષા માટે મફત ઓનલાઈન સંભવમ કોચિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
લોકોએ આપ્યા આ રિએક્શનઃ
સોનુ સૂદના આ નવા પગલાને લઈને સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. જેની નીચે એક યુઝરે લખ્યું છે કે સોનુ સૂદ તમને સલામ, તેમે સાબિત કરી દીધું કે તમે ખરેખર રિયલ હીરો છે. અન્ય એક યુઝરે પણ સોનુ સૂદના કામના વખાણ કર્યા છે અને કહ્યું છે કે વન મેન આર્મી કન્ટ્રી માટે પ્રથમ આવનાર સોનુ તમે એક નવો દાખલો બેસાડ્યો છે.