Bhediya First Review: 'દ્રશ્યમ 2'ને ટક્કર આપવા આવી રહી છે વરુણ ધવનની ‘ભેડિયા’, ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ આવ્યો સામે
હવે આ ‘ભેડિયા’ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. જાણો ફિલ્મને લઇને શું કહેવામાં આવી રહ્યું છે.
Bhediya Movie First Review: વરુણ ધવન (Varun Dhawan) અને કૃતિ સેનન (Kriti Sanon) સ્ટારર ફિલ્મ ‘ભેડિયા’નો દર્શકોને ખુબ બેસબ્રીથી ઇન્તજાર છે, તાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મનું ટ્રેલર પણ ઓડિયન્સને ખુબ પસંદ આવ્યુ છે. હવે આ ‘ભેડિયા’ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. જાણો ફિલ્મને લઇને શું કહેવામાં આવી રહ્યું છે.
‘ભેડિયા’નો ફર્સ્ટ રિવ્યૂ આવ્યો સામે -
બૉક્સ ઓફિસ પર આજકાલ અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ છવાઇ ગઇ છે. ફિલ્મની ઓડિયન્સ અને ક્રિટિક્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. રિલીઝના 6 દિવસ થઇ ગયા છે અને કમાણીના મામલામાં 100 કરોડની નજીક પહોંચી ચૂકી છે. જોકે આ બધાની વચ્ચે હવે ‘ભેડિયા’ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. વરુણ ધવનની ‘ભેડિયા’ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. ‘ભેડિયા’ પણ બૉક્સ ઓફિસ પર દ્રશ્યમ 2ની જેમ ધમાલ મચાવવા તૈયાર છે. હવે આ બધાની વચ્ચે ઓવરસીઝ સેન્સર બોર્ડ મેમ્બર ઉમેર સંધૂએ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ આપ્યો છે. તેમને પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ફિલ્મને 5 માંથી 3.5 રેટિંગ આપ્યા છે.
View this post on Instagram
ઉમેર સંધૂએ ફિલ્મને આપ્યા 3.5 સ્ટાર -
ઉમેર સંધૂએ ફિલ્મ વિશે લખ્યું છે- ‘ભેડિયા’ હ્યૂમર અને હૉરરનું યૂનિક મિક્ચર છે, જે તમને પુરેપુરી રીતે પ્રભાવિત કરે છે. બૉક્સ ઓફિસ પર આ એન્ટરટેન્ટની પાસે ચોક્કસ રીતે દર્શકોને લોભાવશે. અંતમાં એક રૉલ કૉસ્ટર એક્સપીરિયન્સ આપવાનો મોકો છે. ઇમ્પ્રેસિવ, 5માંથી 3.5 સ્ટાર, વળી, ફિલ્મના ફર્સ્ટ રિવ્યૂ બાદ ઓડિયન્સમાં ભેડિયા ફિલ્મને લઇને ક્રેઝ વધી ગયો છે.
#Bhediya is a unique concoction of humour and horror that floors you completely. At the box office, this entertainer surely has a chance to tickle the audience’s funny bone, send a chill down their spine and ultimately give them a roller coaster experience. Impressive! 3.5⭐️/5⭐️
— Umair Sandhu (@UmairSandu) November 23, 2022
શું છે ભેડિયાની કહાણી -
ભેડિયાની કહાણી અરુણાચલ પ્રદેશના જંગલોથી શરૂ થાય છે. આમાં વરુણ ધવને ભાસ્કરનો રૉલ નિભાવ્યોછે. જેને એક રાત્રે ભેડિયા કરડી જાય છે. આ પછી ભાસ્કરમાં ભેડિયાની આત્મા આવી જાય છે. તે હંમેશા રાત્રે ભેડિયા બની જાય છે. દુરથી કોઇની પણ હરકતને સાંભળવા લાગે છે, અને તેની અંદર કેટલાય માણસોની તાકાત આવી જાય છે. હવે ભાસ્કર ઠીક થઇ જાય છે કે નહીં એ તો ફિલ્મ જોઇને જ જાણી શકાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram