બિગ અપડેટ: Pushpa-2 મૂવી વાયરલ લિન્ક પરથી ડાઉનલૉડ કરનારા સાવધાન, ઉભો થઇ શકે છે મોટો ખતરો
Puhspa 2 Movie Leaked: ડિપાયરસી વેબસાઇટ્સ નકલી સબસ્ક્રિપ્શન પ્લાન માટે તમારી પાસેથી ક્રેડિટ કાર્ડ વગેરે વિશેની માહિતી એકત્રિત કરી શકે છે
Puhspa 2 Movie Leaked: અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા 2 બૉક્સ ઓફિસ પર સફળ થઈ રહી છે અને તેની કમાણી 1,000 કરોડને પાર કરી ગઈ છે. સિનેમા હૉલમાં ફિલ્મના શો હાઉસફુલ થઈ રહ્યા છે. ફિલ્મની લોકપ્રિયતા જોઈને કેટલાક લોકોએ આ ફિલ્મની કૉપી પાયરસી વેબસાઈટ પર અપલૉડ કરી છે. અહીંથી લોકોને ફ્રીમાં ફિલ્મ ડાઉનલોડ કરવાની લાલચ આપવામાં આવે છે. જો તમને આવી કોઈ લિંક આવે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો તમે પાઈરેટેડ કૉપી ડાઉનલૉડ કરો છો, તો તમારે કાનૂની કાર્યવાહી તેમજ અન્ય નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
પાયરેટેડ કૉપી ડાઉનલૉડ કરવાના નુકસાન
પુષ્પા 2 તમિલરોકર્સ સહિત અનેક પાયરસી વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. જો તમે આવી કોઈપણ સાઈટ પરથી પાઈરેટેડ કૉપી ડાઉનલૉડ કરો છો, તો દેશના કૉપીરાઈટ કાયદા હેઠળ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. આમાં તમને 3 વર્ષ સુધીની જેલ અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ડિજીટલ સિક્યૉરિટીનો રહે છે ખતરો
મૂવીઝની નકલો સાથે પાયરસી વેબસાઇટ્સ તમારી સિસ્ટમમાં માલવેર, સ્પાયવેર અને રેન્સમવેર પણ ઇન્સ્ટૉલ કરી શકે છે. તમારા કૉમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલમાં ઈન્સ્ટૉલ થયા પછી આ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. તેઓ તમારી અંગત માહિતી ચોરી શકે છે. જેના કારણે તમારે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
પાયરસી વેબસાઇટ્સ નકલી સબસ્ક્રિપ્શન પ્લાન માટે તમારી પાસેથી ક્રેડિટ કાર્ડ વગેરે વિશેની માહિતી એકત્રિત કરી શકે છે. તેનાથી ગેરકાયદેસર વ્યવહારો અને પૈસા સંબંધિત છેતરપિંડીના કેસ વધી શકે છે.
વ્યૂઇંગ એક્સપીરિયન્સ થાય છે ખરાબ
પાઇરેટેડ નકલો હંમેશા થિયેટરમાં કેમેરા અથવા મોબાઇલ સાથે રેકોર્ડ કરવામાં આવે છે. આ કારણે વીડિયો અને ઓડિયો બંનેની ગુણવત્તા બગડે છે. આના કારણે ન તો તમને ફિલ્મ જોવાની મજા આવશે અને ન તો તમે સ્પષ્ટ અવાજમાં ફિલ્મના સંવાદો સાંભળી શકશો. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પાયરસીના કારણે ભારે નુકસાન વેઠવું પડે છે. તેથી, હંમેશા ટિકિટ ખરીદો અને થિયેટરમાં જ મૂવી જોવાનો આનંદ માણો.
આ પણ વાંચો