Pathaan: શાહરૂખના ચાહકે વીડિયો શેર કરી આત્મહત્યાની આપી ધમકી, કહ્યું- પઠાણ જોવા ના મળી તો તળાવમાં કૂદીને જીવ આપી દઇશ
Pathaan Controversy: શાહરૂખ ખાનના એક પ્રશંસકે ટ્વિટર પર એક રડતો વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે 25 જાન્યુઆરીએ ફિલ્મ પઠાણ જોવા ના મળી તો આત્મહત્યા કરી લઇશ
Pathaan: ચાહકો ક્યારેક તેમના મનપસંદ કલાકાર માટે તમામ હદો પાર કરી દે છે. શાહરૂખ ખાનના આવા જ એક ફેને હવે ફિલ્મ પઠાણને લઈને પોતાની દિવાનગી જાહેર કરી છે. શાહરૂખ ખાનના એક પ્રશંસકે ટ્વિટર પર એક રડતો વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે જો તેને પઠાણ જોવા ના મળી તો તે 25 જાન્યુઆરીએ આત્મહત્યા કરી લેશે. ચાહકનું કહેવું છે કે આર્થિક તંગીના કારણે તેને ફિલ્મની ટિકિટ મળી શકી નથી અને તે શાહરૂખ ખાનનો મટો ફેન છે. જેના કારણે તેણે શાહરૂખની ફિલ્મ જોવી પડશે. જો આમ નહીં થાય તો તે આત્મહત્યા કરી લેશે.
રિયાને વીડિયો શેર કરી આત્મહત્યાની આપી ધમકી
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા આંસુ ભરેલા વીડિયોમાં ચાહકે અન્ય લોકોને મદદ કરવા વિનંતી કરી છે જેથી તે પઠાણ માટે ટિકિટ ખરીદી શકે. શાહરૂખ ખાનના આ ફેનનું નામ રિયાન જણાવવામાં આવી રહ્યું છે. રિયાને સોશિયલ મીડિયા પર બે વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં લોકોને પઠાણનો પ્રથમ દિવસનો શો જોવા માટે ટિકિટ મેળવવામાં મદદ કરવા વિનંતી કરી છે. રિયાન રડી પડે છે અને કહે છે કે હું ક્યારેય પઠાણ ફિલ્મ જોઈ શકીશ નહીં. હું શાહરૂખ ખાનનો બહુ મોટો ફેન છું. હું મારા શાહરૂખને પ્રેમ કરું છું. પણ કારણ કે મારી પાસે પૈસા નથી. હું પઠાણ ફિલ્મ જોઈ શકતો નથી. મને કોઈ મદદ કરતું નથી. મને પઠાણ ફિલ્મ મેન માટે ટિકિટ આપો. પ્લીઝ ભાઈ, નહીં તો તળાવમાં કૂદીને જીવ આપી દઈશ.
Mere ko koi help karo plz help me #SRK #Pathaan 1ticket 25th january plz help 😭😭 ilov srk sir #PathaanTrailerOnBurjKhalifa pic.twitter.com/Kl2eD4iaQN
— Riyan (@Riyan0258) January 19, 2023
ચાહકે કહ્યું પઠાણ જોવા ના મળી તો કૂવામાં કૂદીને જીવ આપી દઇશ
આ સિવાય એક અન્ય વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. બીજા વિડિયોમાં રિયાને કહ્યું કે જો હું પઠાણ ફિલ્મ ન જોઈ શકું અને શાહરૂખ ખાનને ન મળી શકું તો તે 25 જાન્યુઆરીએ તળાવમાં કૂદીને આત્મહત્યા કરી લેશે. રિયાનના આ વીડિયો પોસ્ટ થતાં જ લોકોની કમેન્ટ્સ આવવા લાગી. ઘણા લોકોએ વિડિયો ડિલીટ કરવાની અને ડીએમ ચેક કરવાની સલાહ આપી છે અને કહ્યું છે કે શાહરૂખના ઘણા ફેન્સ તમારી મદદ કરવા તૈયાર છે, તો વીડિયો ડિલીટ કરો અને ડીએમ ચેક કરો. ઘણા ચાહકોએ રિયાનને ટિકિટ મેળવવા અથવા મોકલવાની વાત કરી છે. લોકોએ રેયાનને લોકેશન પૂછ્યું જેથી તેની ટિકિટ બુક કરી શકાય.
લોકો રિયાનની મદદે આવ્યા
એક ચાહકે રિયાન પાસે તેનો ફોન નંબર માંગ્યો છે જેથી તે પઠાણને જોવા માટે પૈસા મોકલી શકે. સાથે જ ઘણા લોકોએ તેને માત્ર સ્ટંટ ગણાવ્યો છે. લોકોએ એમ પણ કહ્યું કે આ ફિલ્મના નામ તરફ ધ્યાન આકર્ષિત કરવાનો એક રસ્તો છે. તમને જણાવી દઈએ કે પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે અને ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના પહેલા દિવસે સારી કમાણી થવાના સંકેત મળી રહ્યા છે.